For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલે વ્યક્ત કર્યો વિશ્વાસ, આ વખતે બનશે કોંગ્રેસની સરકાર

રાહુલ ગાંધી હાલ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે ત્યારે તેમના પ્રથમ દિવસની તમામ અપટેડ જાણવા આ પેજ કરો રિફ્રેશ.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. જે અંતર્ગત તે આજે સૌ પ્રથમ હવાઇ માર્ગે મીઠાપુર પહોંચ્યા હતા. જ્યાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. તે પછી રાહુલ ગાંધીનો કાફલો દ્વારકા તરફ ઉપડ્યો હતો. જે બાદ રાહુલ ગાંધીએ દ્વારકાધીશના દર્શન કર્યા હતા. અહીં પણ લોકો અને કોંગ્રેસી નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે.

rahul gandhi

અહીં તે દ્વારકાધીશની મુલાકાત લઇને ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીના શ્રીગણેશ કરશે. અને સાથે જ સતત ત્રણ દિવસ સુધી તે ચૂંટણી પ્રચાર પણ કરશે. ગુજરાતમાં તે ખુલ્લી જીપમાં રોડ શો કરવાનું પણ વિચારી રહ્યા છે. પણ તંત્ર દ્વારા તેમને આ માટે મંજૂરી નથી આપી જે પછી તે ખુલ્લા બળદગાડામાં તેમની રેલી કરશે તેવું પણ ચર્ચાઇ રહ્યું છે. ત્યારે રાહુલ ગાંધીના સમગ્ર કાર્યક્રમને વિગતો એક પછી એક જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અમે તમને અહીં તમામ જાણકારી આપીશું...

rahul gandhi

5:45 PM કોંગ્રેસના યુવરાજનું ભાટિયા ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે આ પ્રસંગે આ વખતે કોંગ્રેસની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

5:00 PM હંજરાપરમાં શણગારેલા બળદ ગાડામાં બેસીને રાહુલ ગાંધીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રાહુલ ગાંધીએ તેમની આ મુલાકાતમાં સરકાર પર અનેક ચાબખા માર્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતમાં વિકાસનો અર્થ ઉદ્યોગપતિઓનો લાભ! તેમણે કહ્યું કે આ જ છે ગુજરાતનું મોડલ?

4:30 PM રાહુલ ગાંધીએ તેમની આ યાત્રામાં બાળકો સાથે પણ વાતચીત કરી હતી. સાથે જ તે જામનગરમાં 6 કિલોમીટર લાંબો રોડ શો કરવાના છે.

rahul gandhi

4:00 PM દ્વારકાના વરતાલા ગામમાં રાહુલ ગાંધીએ ખેત પંચાયતમાં ભાગ લીધો અને ખેડૂતોના વિવિધ પ્રશ્નો સાંભળીને તેમની જોડે ચર્ચા કરી.

2:00 PM વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ કોઇને પણ પૂછ્યા વગર, ભારતના અર્થતંત્ર પર જોરદાર આક્રમણ કર્યું છે. અને તે એટલાથી નથી રોકાયા તેમણે નાના દુકાનદારો, વેપારીને પણ હેરાન કર્યા છે.

2:00 PM રાહુલે કહ્યું હિંદુસ્તાનમાં જે નબળા અને ગરીબ છે તેમના માટે મોદીના મનમાં કોઇ જગ્યા નથી. પણ અમીરો માટે તેમણે તમામ દરવાજા ખોલી દીધા છે.

rahul gandhi

2:00 PM રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપની સરકાર ભારતના યુવાનોને રોજગારી નથી આપી શકી. હિંદુસ્તાનના યુવાનો કામ કરવા માંગે છે. દેશને કંઇક બનાવવા માંગે છે.

1:00 PM રાહુલ ગાંધી જામનગર તરફ પ્રયાસ કરી રહ્યા છે. રાહુલ ગાંધી માટે ખાસ બસ ગુજરાત લાવવામાં આવી છે. જેમાં બેસીને તે જામનગર તરફ આગળ વધી રહ્યા છે.

rahul gandhi

12:30 PM રસ્તામાં મોટી સંખ્યામાં લોકો ઉષ્માભેર રાહુલ ગાંધીનું સ્વાગત કરી રહ્યા છે. રાહુલ ગાંધી પણ કેટલીક જગ્યા રસ્તામાં રોકાઇને લોકોનું અભિવાન સ્વીકારી રહ્યા છે. વધુમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ ઠેક ઠેકાણે રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે રસ્તામાં ઊભા છે.

12:00pm રાહુલ ગાંધીએ કોંગ્રેસી નેતા ભરત સિંહ સોલંકી અને અશોક ગેહલોત સાથે દ્વારકામાં દર્શન કર્યા હતા. અહીં તેમણે ખાસ પૂજા પણ કરી હતી. અને આ સાથે જ તેમણે ગુજરાત વિધાનસભાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી.

rahul Gandhi in gujarat

11:30 PM રાહુલ ગાંધીનું મીઠાપુરમાં કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ સ્વાગત કર્યું હતું. આ સાથે જ રાહુલ ગાંધીની ગુજરાતની ત્રણ દિવસની યાત્રાની શરૂઆત થઇ હતી.

English summary
Congress Rahul Gandhi In Gujarat : Read here all the update on it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X