For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંવિધાન બચાવો અભિયાનની શરૂઆત આજથી કરશે રાહુલ ગાંધી

રાહુલ ગાંધી સોમવારથી સંવિધાન બચાવો અભિયાન શરૂ કરીને દલિત વોટ અને કોંગ્રેસની ખોવાયેલી ઓળખ બંનેને મેળવવાનો પ્રયાસ કરશે. જાણો આ ખબર અંગે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

સોમવારથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સંવિધાન બચાવો અભિયાનની શરૂઆત કરશે. જે દ્વારા તે સંવિધાન પર થઇ રહેલા કથિત હુમલાને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવશે. વળી પોતાના અસ્તિત્વની શોધ કરી રહેલી કોંગ્રેસને આ સાથે જ દલિત વોટોને ફરી પોતાના કરવાની એક તક મળશે. નોંધનીય છે કે રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી ભાજપ સરકાર પર એક પછી એક પ્રહાર કરી રહ્યા છે. જે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે કરવું તેમના માટે જરૂરી પણ છે. રાહુલ ગાંધી આ મહાઅભિયાનની શરૂઆત દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમથી કરશે. જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સમેત વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, મલ્લિકાઅર્જૂન ખડગે અને સુશીલ કુમાર શિંદે, કોંગ્રેસના વર્તમાન અને પૂર્વ સાંસદ અને જિલ્લા પરિષદ તના નગરપાલિકાના કાર્યકર્તાઓ પણ તેમાં જોડાશે.

rahul

કહેવામાં આવી રહ્યું છે કે આ અભિયાન દ્વારા દેશભરના દલિત પ્રતિનિધિઓ સુધી પહોંચવાનો પ્રયાસ થશે. આ અભિયાન આવનારા વર્ષમાં જ્યારે ભીમરાવ આંબેડકરની જયંતી 14 એપ્રિલને આવશે ત્યાં સુધી ચાલુ રહેશે. કોંગ્રેસનું આ અંગે કહેવું છે કે મોદી સરકારના રાજમાં સંવિધાનને મોટો ખતરો છે. દલિત સમુદાયને શિક્ષા અને નોકરીઓની તક નથી મળી રહી. આ અભિયાન દ્વારા અમે રાષ્ટ્રીય સ્તરે આ વિષયને ઉઠાવીશું. અને દલિત સમુદાય સાથે ઊભા રહીશું. જેથી દલિત સમુદાયના લોકોને તેવું ના લાગે તે તેમને દબાવવામાં આવે છે. અને તેમને પણ તે વાત સાચી લાગે કે તે સ્વતંત્ર ભારતના આઝાદ નાગરિક છે.

જો કે અહીં ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ભાજપને સુપ્રીમ કોર્ટના એક નિર્ણય માટે જવાબદાર ગણાવી આરક્ષણ વિરોધી કહી રહી છે. આ પછી 2 એપ્રિલે દેશવ્યાપી બંધ માટે મોટી સંખ્યામાં દલિતો રસ્તા પર ઉતરશે. જો કે ચોક્કસથી આ અભિયાનથી કોંગ્રેસને પોતાની ખોવાયેલી રાજનૈતિક ઇમેજ ચોક્કસથી પાછી મળી શકે છે.

English summary
Rahul Gandhi launch save the constitution drive today. Read more news on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X