રાહુલે માંગ્યો હિસાબ, ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ અંગે સવાલ

Written By:
Subscribe to Oneindia News

એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે બીજી બાજુ રાહુલ ગાંધી સતત તેમની પર પ્રહારો કરી રહ્યાં છે. રવિવારે પીએમ મોદી પર હુમલો કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ગુજરાતની મહિલાઓને મૂળભૂત સગવડ આપાવમાં આવી નથી. માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર પર રાહુલ ગાંધીએ આ અંગે ટ્વીટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 22 વર્ષોનો હિસાબ, ગુજરાત માંગે જવાબ ટેગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રોજ એક સવાલ કરી રહ્યાં છે. આ શ્રેણીમાં જ રવિવારે રાહુલ ગાંધીએ પીએમ મોદીને પાંચમો સવાલ ગુજરાતની મહિલાઓના સંદર્ભે કર્યો હતો.

Rahul Gandhi

પાંચમો સવાલ પૂછતાં રાહુલ ગાંધીએ ટ્વીટર પર લખ્યું છે, ન સુરક્ષા, ન શિક્ષા, ન પોષણ, મહિલાઓને મળ્યું તો માત્ર શોષણ. આંગણવાડી વર્કર અને આશા, સૌને આપી માત્ર નિરાશા. ગુજરાતની બહેનોને કર્યો માત્ર વાયદો, એ પૂર્ણ કરવાનો ક્યારેય નહોતો ઇરાદો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક હોવાને કરાણે રાહુલ ગાંધી રાજ્ય સરકાર, નરેન્દ્ર મોદી અને ભાજપ પર પ્રહાર કરવાની એક પણતક જતી નથી કરી રહ્યાં. જીએસટી, નોટબંધી, શાળા અને હોસ્પિટલોનું ખાનગીકરણ, ટાટા નેનો પ્રોજેક્ટ વગેરે જેવી યોજનાઓ અંગે સતત તેમના પ્રહારો ચાલુ જ છે.

woman

રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં ગ્રાફિક્સનો પણ ઉપયોગ કર્યો છે, જેમાં મહિલા સુરક્ષા, શિક્ષા અને સ્વાસ્થ્યના આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે. જેમાં મહિલાઓની સુરક્ષા અંગે સવાલ કરવામાં આવ્યો છે, માનવ તસ્કરીમાં ગુજરાત ત્રીજા સ્થાન પર છે, એસિડ હુમલામાં 5મા સ્થાને અને સગીર બાળાઓ સાથે બળાત્કારના મામલે ગુજરાત 10મા નંબરે છે. મહિલાઓના શિક્ષણ અંગે સવાલ ઊભો કરતાં રાહુલે કહ્યું કે, બાળકોના શિક્ષણ મામલે ગુજરાત 20મા સ્થાને કેમ છે? શા માટે મહિલાઓની સાક્ષરતા 70.73થી ઘટીને 57.8 થઇ ગઇ મહિલાઓના સ્વાસ્થ્ય અંગે સવાલ કરતાં રાહુલે લખ્યું છે કે, 67 ટકા મહિલાઓ જેમણે નવજાતને જન્મ આપ્યો હોય, એમને એમ્બ્યૂલન્સ સુવિધા શા માટે આપવામાં નથી આવતી. શા માટે 55 ટકા મહિલાઓ લોહીના અભાવ સાથે જીવી રહી છે.

English summary
Rahul Gandhi takes on NArendra Modi over the women issues in Gujarat. He takes a dig over the development in the gujarat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.