મહેસાણાના સિદ્ધપુરમાં રેલ્વે દુર્ઘટના બનતી અટકી

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

મહેસાણાના સિદ્ધપરમાં આજે મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. કોઈ શખ્સે રેલ્વેના પાટા ઉખાડવાનો પ્રયત્ન કર્યો હતો અને પાટા કાપીને આ શખ્સો ફરાર થઈ ગયા હતા. આ કૃત્ય ધ્યાનમાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.સિદ્ધુપર પોલીસના જણાવ્યા પ્રમાણે સિદ્ધપુર નજીક આવેલા ધારેવાળા પાસે કેટલાક અજાણ્યા શખસો દ્વારા રેલવેના પાટા કાપવાનો પ્રયાસ કરાયો હતો. અને પાટા ઉખાડવામાં આવ્યા હતા. આ ઘટના ધ્યાને આવતા આ ટ્રેક પર હાલ પૂરતો રેલ્વે વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. અને ઘટનાની જાણ થતા જ આરપીએફ એસપી,પાટણ એસપી તેમજ બનાસકાંઠાના એસપી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી.

train

સ્થાનિકોના જણાવ્યા મુજબ સિદ્ધપુરના ધારેવાળા પાસે કેટલાક અજાણ્યા શખસો દ્વારા રેલવેના પાટા કાપવાનો પ્રયાસ કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. માહિતી મળતાં RPF, એસપી, પાટણ એસપી અને બનાસકાંઠા એસપી ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે. રેલવેને ઉથલવવાનો પ્રયાસ કરનારા અજાણ્યા શખસોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યાં છે. જોકે આ રૂટ પર અવરજવર કરનારા લોકો રેલ્વે વ્યવહાર બંધ થવાને પરિણામે મુશ્કેલીમાં મૂકાયા છે.

English summary
Railway track removed at Mehsana Sidhpur, but no accident happened.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.