અમદાવાદમા ધોધમાર વરસાદઃ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
અમદાવાદ, 24 જુલાઇઃ છેલ્લા થોડાક દિવસથી વરસાદની રાહ જોઇ રહેલા અમદાવાદના શહેરીજનો માટે ટાઢકના સમાચાર ત્યારે આવ્યા જ્યારે મેઘરાજાએ સવારે આશ્ચર્યજનક રીતે શહેરની મુલાકાત લીધી છે. સવારે 9 વાગ્યાની આસપાસથી પડી રહેલા વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.
મળતી માહિતી અનુસાર શહેરના ઇનકમ ટેક્સ વિસ્તારમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે. ઉપરાંત, સરદાર પટેલ રિંગ રોડ, આયોજન નગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા હોવાના પણ અહેવાલ સાંપડી રહ્યાં છે.













Click it and Unblock the Notifications
