Rain Forecast : ફરી સક્રિય થશે ચોમાસું, રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી!
ગુજરાતમાં વરસાદની ભારે ઘટ વચ્ચે હવે એક સારા સમાચાર આવ્યા છે. ચોમાસુ હવે છેલ્લા સમયમાં છે ત્યારે રાજ્યમાં વરસાદની મોટી ઘટ છે. આ ઘટ પુરી ન થાય તો આવનારા શિયાળા અને ઉનાળામાં ગુજરાતને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ગુજરાતમાં વરસાદની ભારે ઘટ વચ્ચે હવે એક સારા સમાચાર આવ્યા છે. ચોમાસુ હવે છેલ્લા સમયમાં છે ત્યારે રાજ્યમાં વરસાદની મોટી ઘટ છે. આ ઘટ પુરી ન થાય તો આવનારા શિયાળા અને ઉનાળામાં ગુજરાતને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એક તરફ નર્મદા સરદાર સરોવરની સપાટીના ઘટાડો અને બીજી તરફ ગુજરાતના સ્થાનિક ડેમના તળીયા દેખાતા હવે ઉનાળામાં પીવાના પાણી અને સિંચાઈની મોટી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. જો કે આ તમામ વાતો વચ્ચે હવામાન ખાતાએ સારા સમાચાર આપ્યા છે.

બંગાળની ખાડીમાં લોપ્રેસર સર્જાતા વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં લોપ્રેસર સર્જાતા વરસાદની આગાહી
હવામાન વિભાગે જનમાષ્ટમીથી રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થવાની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા રાજ્યમાં વરસાદની સંભાવના સર્જાઈ છે. હવામાન વિભાગ મુજબ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં વરસાદની સંભાવના
બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતા સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં વરસાદી માહોલ બની શકે છે. વિવિધ વિસ્તારોમાં છુટ્ટા છવાયા વરસાદ ઉપરાંત 1 થી 3 ઇંચ વરસાદ પડી શકે છે. આગાહી મુજબ રાજ્યના વલસાડ, નવસારી, સુરત તેમજ ડાંગ જિલ્લામાં સારા વરસાદની સંભાવના છે. આ ઉપરાંચ તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની સંભાવના છે.

આ જિલ્લામાં વરસાદની સંભાવના
તારીખ મુજબ વાત કરીએ તો, 30 ઓગસ્ટે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની સંભાવના છે. તો 1 સપ્ટેમ્બરે નર્મદા, ભાવનગર, ભરૂચ, તાપી, રાજકોટ અને સોમનાથમાં વરસાદ પડી શકે છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 45 ટકાથી વધુ વરસાદની ઘટ છે અને સરેરાશ માત્ર 42 ટકા વરસાદ નોંધાયો છે.












Click it and Unblock the Notifications
