ગુજરાતમાં મેધરાજા મંદ પડ્યા, ધીમી ધારે વરસાદ ચાલુ

અમદાવાદ, 18 જુલાઇ : ગુજરાતભરમાં બુધવારે જળબંબાકારની સ્થિતિ સર્જ્યા બાદ મેઘરાજા મંદ પડ્યા છે. ગુરુવારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે થોડી વાર વિરામ લઇને ફરીથી ધીમી ધારે વરસવાનું શરૂ કર્યું હતું.

ગુજરાતમાં વરસાદી વાવડ અનુસાર રાજ્યમાં બપોરે વરસાદે વિરામ લીધો હતો. ત્યાર બાદ સાંજે અને રાત્રે ફરી વરસાદે વરસવાનું શરૂ કર્યું હતું. શુક્રવારની સવારે પણ મેઘરાજાની મીઠી ફરફર ચાલુ છે.

ગુજરાતભરમાં ચોમાસાનો માહોલ છવાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતના 248 જિલ્લાઓમાંથી 189 જિલ્લાઓમાં વરસી ગયો છે. જયારે હજુ 16 જિલ્લાઓ એવા છે જયાં વરસાદના આગમનની હજી પણ રાહ જોવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રમાં ગુરુવારે સાર્વત્રિક 1થી 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. સારા વરસાદના પગલે જળાશયોમાં પણ નવા પાણીની આવક ચાલુ થઇ ગઇ છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

rain

રાજકોટ જિલ્લામાં સવારે ધીમી ધારે છ મી.મી. જેટલો જ વરસાદ પડયો હતો. જયારે કોટડાસાંગાણીમાં અઢી ઇંચ, પડધરીમાં દોઢ ઇંચ તથા ગોંડલ, લોધીકા અને જામકંડોરણામાં અડધો ઇંચ મેઘમહેર થઇ હતી. મોટીપાનેલીમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

અમરેલી જિલ્લામાં અમરેલી અને વડીયામાં અડધો ઇંચ તથા બાબરા, લાઠી, અમરેલી સહિતના વિસ્તારોમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા હતાં. બાબરાની કાળુભાર નદીમાં પૂરના ધસમસતા પાણી ચાલુ રહ્યા હતાં.

જૂનાગઢ અને સોમનાથ જિલ્લામાં કોડીનારમાં ત્રણ ઇંચ, માંગરોળમાં બે ઇંચ, તાલાલામાં દોઢ ઇંચ તથા સુત્રાપાડા, માળીયાહાટીના, વેરાવળમાં એક ઇંચ તેમજ કેશોદ, ગીરગઢડા અને ઉનામાં અડધો ઇંચ ઉપરાંત જૂનાગઢ, મેંદરડા, ભેંસાણ, વિસાવદર, વંથલી અને માણાવદરમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા હતાં. માળીયાહાટીનાના આંબેચા ગીરમાં સવારે ધોધમાર બે ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.

જામનગર અને દ્વારકા જિલ્લામાં જામનગરમાં એક ઇંચ વરસાદ ધુતારપુર ગામમાં સાંબેલાધારે ચાર ઇંચ મેઘમહેર વરસી હતી. દ્વારકામાં અઢી ઇંચ, ખંભાળીયામાં દોઢ ઇંચ, કલ્યાણપુરમાં અડધો ઇંચ તથા ઓખામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.

પોરબંદર જિલ્લામાં રાણાવાવ અને ભાવનગર જિલ્લામાં અનેક સ્થળોએ હળવા-ભારે ઝાપટા પડયા હતાં. સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડામાં અડધો ઇંચ તથા લીંમડીમાં જોરદાર ઝાપટુ પડયુ હતું.

વલસાડમાં બુધવારે 8 ઇંચ વરસાદ ખાબક્યા બાદ ગુરુવારે મેઘરાજાએ સવારી ધીમી પાડી હતી. ગુરુવારે સાંજે 4 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં વલસાડમાં 2.56 ઇંચ, ઉમરગામમાં 2.16 ઇંચ, વાપીમાં 1.8 ઇંચ, પારડીમાં 1.32 ઇંચ, ધરમપુરમાં 1.6 ઇંચ અને કપરાડામાં 0.76 ઇંચ વરસાદ નોંધાયો હતો.

વડોદરામાં ગુરૂવારે બપોરે વરસાદના એક રાઉન્ડ બાદ મોડી રાત્રે પણ મેઘરાજાએ ગાજવીજ સાથે એન્ટ્રી મારી હતી. અને અડધો કલાક માટે જોરદાર બેટિંગ કરી હતી. અમદાવાદ શહેરમાં આજે સાંજે સાત થી આઠ વાગ્યા દરમ્યાન સરેરાશ અડધાથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચોમાસુ સક્રિય બન્યું છે. રાજ્યમાં શનિવાર સુધી મોટાભાગના સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ભારેથી અતિભારે પ્રમાણમાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે ગુજરાતના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થાય તેવી સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X