ઠેર-ઠેર ભરાયા પાણી, અમદાવાદમાં જનજીવન અસ્તવ્યસ્ત
અમદાવાદ, 24 જુલાઇઃ અપર એર સરક્યુલેશન સર્જાવાના કારણે ગુજરાતભરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જો કે, ભારે વરસાદના કારણે અનેક શહેરોનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. અમદાવાદ શહેર અને વડોદરા જિલ્લાના નસવાડીમાં ગામવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સવારે સૂરજ દર્શન દે તે પહેલા જ વાદળોએ આભને ઘેરી લીધું હતું અને સવારે 8 વાગ્યાની આસપાસ કાળા ડિબાંગ વાદળોમાંથી વરસેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં બે ફૂટ સમા પાણી ભરી નાંખ્યા હતા. સતત બે કલાક સુધી ચાલેલી મેઘરાજાની બેટિંગના કારણે શહેરનું જનજીવન ખોરવાઇ ગયું હતું.
બાળકોને શાળાએ મોકલવામાં આવ્યા બાદ વાલીઓ ભારે વરસાદ પડતાં બાળકોને પરત લેવા માટે શાળાએ પહોંચી ગયા હતા, તેમજ શાળા કોલેજમાં વરસાદના કારણે રજા આપી દેવામાં આવી છે. ભારે વરસાદ અને તેના કારણે ઠેક-ઠેકાણે પાણી ભરાઇ જવાના કારણે કામ અર્થે જઇ રહેલા વિવિધ ઓફીસના કર્મચારીઓ, શ્રમીકોને બમણી હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
અમદાવાદમાં હાટ્કેશ્વર, ખોખરા, અમરાઇવાડી, જશોદાનગર, વટવા, નારોલ, પ્રેમ દરવાજા, સીવીલ, ગીરધરનગર, ચમનપુરા પાણી ભરાયા છે. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. વડોદરા જિલ્લાની વાત કરીએ તો નસવાડી અને ડભોઇમાં ભારે વરસાદના પગલે અનેક ઠેકાણે પાણી ભરાયાના અહેવાલ છે. શાળાએ જતા બાળકોને તથા કામે જનારા શ્રમીકો અને ઓફીસકર્મીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ચાલો તસવીરોમાં જોઇએ ઠેર-ઠેર ભરાયા પાણી, અમદાવાદ સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત. તસવીરોઃ- ગજેન્દ્ર પરમાર, હસન ખત્રી(ડભોઇ)

અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
અમદાવાદમાં હાટ્કેશ્વર, ખોખરા, અમરાઇવાડી, જશોદાનગર, વટવા, નારોલ, પ્રેમ દરવાજા, સીવીલ, ગીરધરનગર, ચમનપુરા પાણી ભરાયા છે.

જનજીવનને અસર પહોંચી
અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના કારણે શહેરના જનજીવનને માઠી અસર પહોંચી છે.

હાલાકીનો સામનો કરવો પડ્યો
ભારે વરસાદ અને તેના કારણે ઠેક-ઠેકાણે પાણી ભરાઇ જવાના કારણે કામ અર્થે જઇ રહેલા વિવિધ ઓફીસના કર્મચારીઓ, શ્રમીકોને બમણી હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

અમદાવાદ સિવાય અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ
અમદાવાદ શહેર અને વડોદરા જિલ્લાના નસવાડીમાં ગામવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

શાળામાં વરસાદના કારણે રજા આપી દેવામાં આવી
બાળકોને શાળાએ મોકલવામાં આવ્યા બાદ વાલીઓ ભારે વરસાદ પડતાં બાળકોને પરત લેવા માટે શાળાએ પહોંચી ગયા હતા, તેમજ શાળા કોલેજમાં વરસાદના કારણે રજા આપી દેવામાં આવી છે.

વાહનવ્યવહાર ખોરવાયો
8 વાગ્યાની આસપાસ કાળા ડિબાંગ વાદળોમાંથી વરસેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં બે ફૂટ સમા પાણી ભરી નાંખ્યા હતા. સતત બે કલાક સુધી ચાલેલી મેઘરાજાની બેટિંગના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે, શહેરનું જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે.

શાળાએ જતા બાળકોને ભોગવવી પડી હાલાકી
અમદાવાદ શહેર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. અહી તસવીરમાં શાળા જતા વિદ્યાર્થીઓને ભોગવવી પડતી હાલાકી જોઇ શકાય છે.

વરસાદની મજા
જ્યારે અન્ય કેટલાક સ્થળોએ લોકો વરસાદની મજા માણી રહ્યાં હતા. આ તસવીરમાં વરસાદનો આનંદ લૂટી રહેલા ગામવાસીઓ જોવા મળી રહ્યાં છે.

જનજીવન ખોરવાયુ
ભારે વરસાદના પગલે અનેક ગામોમાં જનજીવન ખોરવાયું હતું.

અનેક સ્થળોએ પાણી ભરાયા
આ તસવીર ડભોઇની છે. ભારે વરસાદના પગલે ડભોઇની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.












Click it and Unblock the Notifications
