• search

ગુજરાતના આ ગામમાં વોટ ન આપવા પર ભરવો પડે છે 500 રૂપિયાનો દંડ

By Kumar Dushyant

અમદાવાદ, 24 એપ્રિલ: ગુજરાતના સૌરાષ્ટ્ર સ્થિત રાજ સમાધિયાળાને દેશના એવા સ્થળ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં ક્રાઇમ રેટ જીરો છે અને જ્યાં લોકો પોતાના ઘરે તાળું લગાવવાની જરૂરિયાત અનુભવતા નથી. આ ગામ દિવસેને દિવસે પોતાના નામે ઘણી ઉપલબ્ધિઓ નોંધાવતું રહ્યું છે.

આ ગામમાં ના તો રાજકીય પાર્ટી જનસભા કરે છે અને ના તો ઘરે-ઘરે જઇને કેપેનિંગની પરવાનગી છે પરંતુ તેમછતાં મતદારો ટર્નઆઉટ 100 ટકા મતદાન કરતા રહ્યાં છે. મતદાન દરમિયાન ગામના સરપંચ તરફથી એક સખત નિયમ બનાવવામાં આવ્યો છે. જો કોઇ મતદાન કરતું નથી તો ગામની પંચાયત દ્વારા તેને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.

વધુ વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

સિગરેટ અને દારૂથી દૂર રહે છે ગ્રામજનો

સિગરેટ અને દારૂથી દૂર રહે છે ગ્રામજનો

30 એપ્રિલના રોજ આ ગામમાં વોટ આપવામાં આવે છે અને ગામના 960 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ પોતાનામાં એક અનોખો રેકોર્ડ છે. આ ગામના લોકો તે મતદારો માટે ઉદાહરણ બની શકે છે જે મત આપવામાં આનાકાની કરે છે.

અહીં ગુટખાના વેચાણ પર છે પ્રતિબંધ

અહીં ગુટખાના વેચાણ પર છે પ્રતિબંધ

આ ગામના લોકો કયા પક્ષને વોટ કરશે તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી પરંતુ નરેન્દ્ર મોદીને લઇને અહીંના લોકોમાં એક અનોખો ઉત્સાહ છે. આ ગામની વધુ એક ખાસિયત છે અને તે છે અહીંયા ના તો ગુટખાનું વેચાણ થાય છે અને ના તો ગામનો કોઇ વ્યક્તિ તેનું સેવન કરે છે.

નશો ન બદલ આપવામાં આવે છે પુરસ્કાર

નશો ન બદલ આપવામાં આવે છે પુરસ્કાર

આ ગામના 1,700 લોકો કોઇપણ પ્રકારનો નશો કરવા બદલ પુરસ્કાર મળી ચૂક્યો છે. આ ઉપરાંત આ ગામમાં તમને કોઇપણ વ્યક્તિ સિગરેટ-બીડી પીતું જોવા નહી મળે.

સરપંચે બદલી ગામની સૂરત

સરપંચે બદલી ગામની સૂરત

રાજકોટથી 30 કિમી દૂર સ્થિત આ ગામમાં પ્લાસ્ટિક પર સંપુર્ણપણે પ્રતિબંધ છે અને સાથે જ ઘરમાં ટોયલેટ છે. ગામમાં સ્કુલ છે અને ગામની ક્રિકેટ ટીમ પણ છે. પરંતુ કેટલા વર્ષો પહેલાં અહીં સ્થિતી ખરાબ હતી. લગભગ 15 વર્ષ પહેલાં આ ગામ પણ સૌરાષ્ટ્રના અન્ય ગામોની માફક સ્થિતી ખરાબ હતી.

પીવાના માટે મારવા પડતા હતા વલખા

પીવાના માટે મારવા પડતા હતા વલખા

લોકો અહીં પોતાની છોકરીઓના લગ્ન કરાવવામાં ડરતા હતા. અહીં મોટાભાગે દુકાળની સ્થિતી સર્જાતી હતી અને પીવાના પાણી માટે કેટલાય કિલોમીટર દૂર જવું પડતું હતું. આ ઉપરાંત ગામમાં ફક્ત એક જ પાકની ખેતી કરવામાં આવતો હતો.

મતદાન અનિવાર્ય

મતદાન અનિવાર્ય

ગામના સરખંચ હરદેવસિંહ જી જાડેજાએ આ ગામની તસવીર બદલી અને તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો. તેમને ગામ હાર્વેસ્ટિંગ પ્રોગામને કડકાઇ પૂર્વક લાગૂ કર્યો. તેના લીધે ગામમાં તળાવ બની શક્યું અને એક વર્ષમાં જ અહીં દરેક પ્રકારની ખેતી કરવામાં આવી. તે સમયે જ હરદેવ સિંહ જી જાડેજાએ મતદાન અનિવાર્ય કરી દિધું.

કોઇપણ પાર્ટીને કેપનિંગની પરવાનગી નહી

કોઇપણ પાર્ટીને કેપનિંગની પરવાનગી નહી

આ ગામમાં કોઇપણ રાજકીય પક્ષને કોઇપણ પ્રકારની ગ્રુપ મીટિંગ કે પછી જનસભા કરવાનો કે ઘરે-ઘરે જઇને કૈપનિંગ કરવાની પરવાનગી નથી. હરદેવસિંહ જાડેજા કહે છે કે ફક્ત તે પાર્ટી કે ઉમેદવારને વોટ આપવામાં આવશે જેમણે તેમના ગામ માટે કંઇક કર્યું હશે. સાથે જ ગામમાં કોઇપણ ધર્મ અને જાતિના આધાર પર મત કરવાની પણ મનાઇ છે.

English summary
Raj Samadhiyala a village in Saurashtra always maintain a 100% voter turnout. In this village voter has to pay penalty for not voting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more