રાજકોટમાં હથિયારો સાથે 4 લોકો પકડાયા

Posted By:
Subscribe to Oneindia News

રાજકોટમાં આજે પોલીસે બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી પર એક ખાનગી બસમાં ચેકિંગ કરી હથિયારો સમતે ચાર લોકોની ધરપકડ કરી છે. નોંધનીય છે કે આ ચારેય લોકો મહારાષ્ટ્રના નાસિકથી ખાનગી ટ્રાવેલ બસ દ્વારા રાજકોટ આવ્યા હતા. અને આ તમામ ચાર આરોપીઓ પાસેથી 6 કારતૂસ અને બંદૂક મળી આવ્યા હતા.આ ચાર શંકાસ્પદ વ્યક્તિઓ અંગે જે રીતે સુત્રોથી માહિતી મળી રહી છે તે મુજબ તેમની શાર્પશૂટર હોવાની સંભાવના છે.

crime

નોંધનીય છે કે તેવી પણ શંકા સેવાઇ રહી છે કે આ ચારેય લોકો અંડરવર્લ્ડ સાથે પણ સંબંધ ધરાવતા હોય અને રાજકોટમાં કોઇ વેપારીને સોપારી લઇ તેને મારવા આવ્યા હોય. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારા દિવસોમાં ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તે પહેલા હથિયારબંધ લોકોનું આ રીતે રાજકોટ ખાતેથી મળી આવવું ખરેખરમાં ચિંતાજનક વાત છે. સુત્રોથી પ્રાપ્ત થતી માહિતી મુજબ આ ચારેય આરોપીઓનું અંડરવર્લ્ડ કે પાકિસ્તાન સાથે પણ કોઇ જોડાણ હોઇ શકે છે. હાલ તો પોલીસ દ્વારા તેમની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

English summary
Rajkot: 4 people arrested with arms by Gujarat police. They may have underworld connection. Read here more on it
Please Wait while comments are loading...