રાજકોટ: બાપુના ખાસ મનાતા કાશ્મીરા નથવાણી જોડાયા BJPમાં

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં કોંગ્રેસને વધુ એક ઝાટકો મળ્યો છે. મંગળવારે કોંગ્રેસના નેતા કાશ્મીરા નથવાણી ભાજપમાં જોડાયા હતા, તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ તા.4 નવેમ્બરથી ગુજરાતની મુલાકાતે છે અને આ દરમિયાન ચૂંટણીલક્ષી વિવિધ બેઠકો કરી રહ્યાં છે. આ જ શ્રેણીમાં મંગળવારે રાજકોટ પહોંચેલ અમિત શાહની બેઠક ગુજરાત ભાજપને ફળી છે એમ કહી શકાય.

Kashmira Nathvani

કાશ્મીરા નથવાણી શંકરસિંહ વાઘેલાની નજીકના કહેવાય છે. તેઓ રાજકોટ લોહાણાં મહાજનના પ્રમુખ છે. તેમણે આ અંગે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, મેં ભાજપમાં પુનઃપ્રવેશ કર્યો છે. મારા પિતા ચિમન શુક્લા જનસંઘના સંસ્થાપક હતા. વર્તમાન સમયમાં ગુજરાત રાજકારણની પરિસ્થિતિ અંગે તેમણે કહ્યું હતું કે, આજની રાજકીય પરિસ્થિતિ જ્ઞાતિવાદી છે. તેમણે કહ્યું હતું કે, બાપુ સાથે અમે ઘણાએ એ જ દિવસે કોંગ્રેસ છોડી દીધું હતું અને ત્યારે જ બાપુએ કહ્યું હતું કે, જેને જે પક્ષમાં જોડાવું હોય ત્યાં જોડાઇ શકે છે.

English summary
Rajkot: Ahead of Gujarat Elections 2017 Kashmira Nathwani joined BJP.
Please Wait while comments are loading...