રાજકોટ: પ્લાન હતો બોમ્બ મૂકી મકાન ઉડાવાનો, પણ થઇ જેલ!

Subscribe to Oneindia News

રાજકોટ ની ખોડિયારનગર વિસ્તારમાંથી ટાઇમર સાથે વિસ્ફોટક બોમ્બ મળી આવ્યાની ઘટનામાં પોલીસે એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી છે. જો કે આ કેસની મુખ્ય આરોપી હજી પણ ફરાર છે. જો કે પોલીસે અટક કર્યા પછી આ કેસમાં નવા ખુલાસા થયા છે. મૂળ મુદ્દે બોમ્બ મૂકવાની આ ઘટનામાં મકાન અને સંપત્તિનો મુદ્દો કારણભૂત હતો તેવું જાણવા મળ્યું છે. જે ઘર પાસેથી આ ટાઇમર વાળો બોમ્બ મળ્યો હતો તે નીતિનભાઇ બાવાજી નામના વ્યક્તિનું છે. આ મકાનને બે લોકોને વેચવામાં આવ્યું હતું. જે વિવાદના કારણે જ પૈસા ના મળતા આ ઘરને બોમ્બથી ઉડાવી દેવાનો મેન પ્લાન હતો. જો કે બોમ્બ ફૂટે તે પહેલા જ તેને ડિસમીસ કરી દેવાતા મોટી જાનહાનિ થતી બચી ગઇ હતી.

bomb blast

નોંધનીય છે કે રાજકોટમાં ૧૪ ફેબ્રુઆરીના રોજ ખોડીયારનગર માંથી દલપત વ્યાસ નામના વ્યક્તિના મકાન પાસેથી બોમ્બ મળી આવ્યો હતો. આ કેસમાં મુખ્ય આરોપી જેને બોમ્બ બનાવ્યો હતો તે હાલ ફરાર છે પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. આ કેસમાં રંજન રાગજી ઠાકોર અને તેના બે પુત્રો વિક્રમ ઠાકોર અને જયદીપ ઠાકોર અને પ્રવીણ સોલંકીની ધરપકડ પોલીસે કરી છે. રંજન ઠાકોરનું મકાન દલપત વ્યાસ નામના વ્યક્તિ દ્વારા પચાવી પાડવામાં આવ્યું હતું. જેને લઇ રંજન ઠાકોરે બદલો લેવા માટે આખું કાવતરું ઘડ્યું હતું જોકે સદનસીબે કોઈજાનહાની નથી થઇ પોલીસે આરોપીની પુછપરછ કરતા આ બોમ્બ દિનેશ નામના વ્યક્તિએ બનાવ્યો હતો અને દિનેશ જ બોમ્બ બનાવાની સામગ્રી જેમ કે ડેટોનેટર, જીલેટીન સ્ટીક સહીત બેટરી પણ ખરીદી હતી જોકે દિનેશ વાયરીંગનું કામ જાણતો હતો એટલે દિનેશ બોમ્બ બનાવ્યો હતો. હાલ પોલીસ દિનેશને શોધી રહી છે.'

bomb

આરોપીઓ બોમ્બ પ્લાન્ટ કરી જસદણ રહેવા જતા રહ્યા હતા. પોલીસે આરોપીઓની જસદણથી ધરપકડ કરી હતી. જોકે એક મકાન પચાવી પાડવા મામલે મહિલાની ઉશ્કેરણીમાં આખું કાવતરું રચી નાખ્યું હતું તેવું બહાર આવ્યું છે. આરોપીઓ દ્વારા બોમ્બ પ્લાન્ટ કરી દેવામાં આવ્યો હતો. રંજન ઠાકોરે નીતિન બાવા પાસેથી રૂ ૫૦ હજાર ઉછીના લીધા હતા જેમાં દલપતભાઈએ મકાન પચાવામાં મદદ કરી હતી. અને લાખો રૂપિયાનું મકાન પચાવી દીધું હતું. જેને લઇ રંજન ઠાકોરે દલપતના ઘરની બહાર બોમ્બ પ્લાન્ટ કરાવ્યો હતો.

English summary
Rajkot Bomb Blast case : Police arrested 4 People including one women.
Please Wait while comments are loading...