રાજકોટનો કુખ્યાત ગુંડો બલી ડાંગર ઝડપાયો

Posted By:
Subscribe to Oneindia News

રાજકોટનો નામચીન ગુંડો બલી ડાંગર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. અને પોલીસે તેની પાસેથી હથિયાર પણ જપ્ત કર્યા હતા. વધુમાં રાજકોટ પોલીસે બલી ડાંગરને તેના ત્રણ સાગરિતો સાથે ઝડપી પાડ્યો છે. જેમની પાસેથી પણ હથિયારો મળી આવ્યા છે.

bali danger

બલી ડાંગર પર અપહરણ, ખંડણી, હત્યાના પ્રયાસ સહિતના ગુના નોંધાયેલા છે. ત્યારે પોલીસે તેને બાતમી આધારે પકડી પાડ્યો છે. બલી ડાંગર કુવાડવા નજીકના બેટી ગામે આવ્યો હતો. જ્યાંથી તેની અટક કરવામાં આવી છે. પોલીસે ટુકડી બનાવીને તેની ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

bali

નોંધનીય છે કે બલીની છેલ્લુ લોકેશન મોરબી પાસેથી મળ્યું હતું. જે પરથી પોલીસે તેને ટ્રેસ કર્યો હતો. તેની પર પોલીસ ચોપડે જમીન કૌભાંડ, ફાયરિંગ, આર્મ એક્ટ જેવા ગુનાઓ નોંધવામાં આવ્યા છે. વારંવાર લોકેશન બદલવાના કારણે પોલીસ અત્યાર સુધી તેને પકડવામાં અસમર્થ હતી. પણ આજે તેની ધરપકડથી પોલીસને મોટી સફળતા મળી છે.

English summary
Rajkot famous culprit Bali dangar arrested by police. Read more about him here.
Please Wait while comments are loading...