For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PMની રાજકોટ મુલાકાત પહેલાં વિદ્યાર્થીનીઓએ બનાવ્યો આ રેકોર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટ મુલાકાત પહેલાં મંગળવારે શહેરમાં બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

By Oneindia
|
Google Oneindia Gujarati News

તા. 29 જૂન, 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાત લેનાર છે. વડાપ્રધાનને આવકરાવા માટે શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમના સ્વાગત માટે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યાં છે, આ હેઠળ મંગળવારે સાવારે 8 હજારથી પણ વિદ્યાર્થીઓએ સાયકલ રેલી કાઢી રેકોર્ડ નોંધાવ્યો છે. નોંધનીય છે કે, વડાપ્રધાને જ દેશને 'બેટી બચાઓ, બેટી પઢાઓ'નું સૂત્ર આપ્યું હતું. આથી વડાપ્રધાનના માનમાં તથા તેમના આ અભિયાનને આગળ વધારવા માટે આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

rajkot cycle rally

આ સાયકલ રેલીમાં ખાનગી તથા મહાપાલિકાની 150 જેટલી શાળાની 8 હજાર વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. તમામ વિદ્યાર્થીનીઓ મંગળવારે સવારે સાત વાગ્યે રેસકોર્સ ગ્રાઉન્ડ નજીક ચૌધરી હાઇસ્કુલ મેદાન ખાતે ભેગી થઇ હતી. સવારે 8 વાગ્યે વિદ્યાર્થીઓને માધવરાવ સિંધિયા ખાતે ફ્લેગ માર્ચ આપવામાં આવી હતી. રેસકોર્સના સાડા ત્રણ કિલોમીટરનો રાઉન્ડ લગાવીને વિદ્યાર્થીનીઓ શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી પહોંચી હતી.

rajkot cycle rally

આ વિશાળ સાયકલ રેલીનું નામ લિમકા બુક, એશિયા બુકમાં નોંધાશે તથા ઇન્ડિયન અચિવર્સ એલોર્ડમાં નોમિનેટ કરવામાં આવશે. રેલીમાં જોડાનાર તમામ વિદ્યાર્થીઓને ટી-શર્ટ આપવામાં આવ્યું હતું. સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત, ફાયર બ્રિગેડ અને ફર્સ્ટ એઇડની વ્યવસ્થા પણ કરાઇ હતી. સાયકલ રેલીના માર્ગમાં વિદ્યાર્થીનીઓના પ્રોત્સાહન માટે એનર્જી ડ્રિંકની વ્યવસ્થ કરવામાં આવી હતી.

મંગળવારે સવારે સાયકલ રેલી બાદ ભાજપ મહિલા મોરચા દ્વારા સાંજે આજી ડેમ ખાતે સમુહ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આજી ડેમ ખાતે વિવધ સમાજની મહિલાઓ પોતાના પરંપરાગત પોષાકમાં એકત્ર થઇ સમુહ આરતી કરશે અને પાણીમાં કચરો ન ફેંકવાની તથા પાણી કરકસરથી વાપરવાની શપથ લેશે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ આજી ડેમ ખાતે સૌની યોજનાના લોકાર્પણ અર્થે જ રાજકોટ પધાનાર છે.

English summary
Rajkot: 8000 girls from Rajkot participated in Beti Bachao Beti Padhao cycle rally on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X