રાજકોટઃ જ્યૂસ પાર્લર પર દરોડા, ચાસણીમાંથી મળ્યા જીવતા મકોડા

Subscribe to Oneindia News

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગુરૂવારે રાજકોટ શહેરના કેટલાક જ્યૂસ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા હતા. મોટાભાગના પાર્લરમાંથી આરોગ્ય વિભાગને સ્વાસ્થ્ય માટે હાનિકારક કલર, અખાદ્ય કેરી જેવો સામાન મળી આવ્યો હતો. દરોડા બાદ રાજ્યના 10 જેટલા જ્યૂસ પાર્લરોને સ્વચ્છતાની નોટિસ પણ ફટકારવામાં આવી છે.

mango

શહેરભરના 14 કેરી જ્યૂસ પાર્લર પર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાંથી 10 જ્યૂસ પાર્લરમાંથી આરોગ્યને હાનિ પહોંચાડે તેવો રસ અને ચાસણી મળતાં તેનો નાશ કરાયો હતો. કેટલાંક જ્યૂસ પાર્લરમાંથી તો ચાસણીમાં જીવતા અને મરેલા મકોડા પણ મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગે 10 જ્યૂસ પાર્લરમાંથી કુલ 1393 કિલોગ્રામ અખાદ્ય કેરી, 983 લીટર ચાસણી અને રસ તથા 7.5 કિલોગ્રામ પ્રતિબંધિત કલરનો નાશ કર્યો છે. 10 જ્યૂસ પાર્લરને સ્વચ્છતા જાળવવા માટે નોટિસ ફટકારાઇ છે.

mango

રાજકોટના આ દસ જ્યૂસ પાર્લરને નોટિસ ફટકારાઇ

  • ગોકુલ મેંગો જ્યૂસ, આજી ડેમ ચોકડી પાસે. જ્યાંથી 300 કિલો કેરી, 250 લીટર રસ અને 1 કિલો કલરનો નાશ કરાયો
  • અભિષેક જ્યૂસ સેન્ટર, જૂના જકાત નાકા પાસે, મોરબી રોડ. જ્યાંથી 150 કિલો કેરી, 80 લીટર રસ, 1 કિલો કલરનો નાશ કરાયો
  • બાબા વિશ્વનાથ રસ સેન્ટર, જૂના જકાતનાકા પાસે, મોરબી રોડ. જ્યાંથી 80 કિલો કેરી, 100 લીટર રસ અને 1 કિલો કલરનો નાશ કરાયો
  • પીંટુભાઇ કેરી રસ સેન્ટર, ગ્રીનલેન્ડ ચોકડી પાસે. જ્યાંથી 100 કિલો કેરી, 120 લીટર રસ અને 500 ગ્રામ કલરનો નાશ કરાયો
  • બાબા સિતારામ કેરીનો તાજો રસ, ગ્રીનલેન્ડ ચોકડી પાસે. જ્યાંથી 60 કિલોગ્રામ કેરી, 100 કિલો રસ અને 1 કિલો કલરનો નાશ કરાયો
  • રાજુ રસ સેન્ટર, ચુનારવાડા મેઇન રોડ. જ્યાંથી 380 કિલો કેરી, 130 કિલો રસ, 1 કિલો કલરનો નાશ કરાયો
  • જય ભોલે રસ ચુનારવાડા મેઇન રોડ. જ્યાંથી 40 કિલો કેરી, 20 લીટર રસનો નાશ કરાયો
  • જય મા શીતલ કેરી રસ સેંટર, જિલ્લા ગાર્ડન ચોક, 80 ફૂટ રોડ. જ્યાંથી 50 કિલો કેરી, 80 લીટર રસ અને 500 ગ્રામ કલરનો નાશ કરાયો
  • ખોડિયાર જ્યૂસ પાર્લર, ગોંડલ રોડ ચોકડી સામે. જ્યાથી 148 કિલો કેરી, 75 કિલો રસ અને 1 કિલો કલરનો નાશ કરાયો
  • શિતલ મેંગો જ્યૂસ પાર્લર, મવડા રોડ. જ્યાંથી 95 કિલો કેરી, 28 કિલો રસ અને 500 ગ્રામ કલરનો નાશ કરાયો
English summary
Rajkot : Health department raids at mango juice parlor.Read here more.
Please Wait while comments are loading...