ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના રેસ્ટોરાં પર પડ્યા ખાદ્ય વિભાગના દરોડા

Posted By:
Subscribe to Oneindia News

ટીમ ઇન્ડિયાના જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની રાજકોટ ખાતે આવેલી હોટલ જડ્ડસમાં આરોગ્ય વિભાગે દરોડો પાડ્યો હતો. નોંધનીય છે કે રવિન્દ્ર જાડેજા જ રાજકોટની આ હોટલ જડ્ડસ રેસ્ટોરાં ચલાવે છે. અને તેમના લગ્ન વખતે પણ અહીં જ તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા દિવાળી પહેલા પાડવામાં આવેલા આ દરોડામાં હોટલમાંથી અનેક વાસી ચીજ મળી આવી છે. હોટલના ફ્રિઝમાં વાસી શાકભાજી સમેત ફૂગ વળેલી બેકરી આઇટમ અને પહેલાથી બનાવી લાંબા સમયથી સુધી સાચવી રાખલો ખાદ્ય સામન પણ આરોગ્ય વિભાગના હાથે ચડ્યો હતો. જે બાદ આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી છે. અને આ તમામ અખાદ્ય વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો છે. સાથે જ ચોખ્ખાઇ મામલે પણ આરોગ્ય વિભાગે પોતાની નોટિસમાં ચિંતા વ્યક્ત કરી છે.

Ravindra Jadeja hotel

નોંધનીય છે કે તહેવારનો સમય નજીક આવતા જ રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા થોડા સમયથી અનેક જાણીતી મીઠાઇની દુકાનો અને હોટલો પર રેડ પાડી તપાસ કરવામાં આવી રહી છે. અને મોટી સંખ્યામાંથી એક પછી એક અનેક જાણીતી જગ્યાઓ પરથી અખાદ્ય વસ્તુઓ મળી રહી છે. ઉલ્લેખનીય છે કે જાડેજાની આ હોટલનું સંચાલન હાલ તેમના બેન નયનાબા સંભાળી રહ્યા છે. ત્યારે જાણીતા ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની હોટલમાંથી પણ આ રીતેનો અખાદ્ય સામાન મળી આવતા રાજકોટ વાસીઓ આશ્ચર્યચકિત થયા હતા.

English summary
Rajkot : Health Department team raid at Cricketer Ravindra Jadeja's Restaurant.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.