For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટમાં શાસ્ત્રીમેદાનમાં એસ.ટી. બસ સ્ટેન્ડનો પ્રારંભ

રાજકોટમાં હંગામી ધોરણે બનાવવામાં આવ્યું નવું બસ સ્ટેન્ડ. તો રાજકોટ વાસીઓ ખાસ આ ખબર વાંચો જેથી આવનારા દિવસોમાં તમારી મુસાફરીમાં કોઇ વિધ્ન ના આવે

By Oneindia
|
Google Oneindia Gujarati News

રાજકોટના શાસ્ત્રી મેદાનમાં બનાવાયેલ હંગામી બસ સ્ટેન્ડનો પ્રારંભ બુધવારથી કરી દેવાયું છે. અને સૌ પ્રથમ અમદાવાદ રૂટની બસના ૮ પ્લેટફોર્મ હંગામી બસ સ્ટેન્ડમાંથી શરૂ થશે ત્યારબાદ તબક્કાવાર રવિવાર સુધીમાં જુના એસ.ટી. બસ સ્ટેન્ડનાં તમામ ૨૨ પ્લેટફોર્મ શરૂ કરી દેવાશે. તેમ રાજકોટ એસ.ટી. ડેપોના ડીવીઝનલ નિયામક દિનેશ જેઠવાએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું. આ અંગે વિસ્તૃત માહિતી આપતા શ્રી જેઠવાએ જણાવ્યું હતું કે, હાલનું કનક રોડ અને ઢેબર રોડને લાગુ જુનુ બસ સ્ટેન્ડ તોડી પાડી તે સ્થળે ગ્રાઉન્ડ + ૪ માળનું અદ્યતન સુવિધાવાળુ એરપોર્ટ જેવું જ બસપોર્ટલ રૂા. ૧૫૦ કરોડના ખર્ચે બનાવવામાં આવનાર છે. જેમાં અંદાજે સવા લાખ ચો.ફુટ બાંધકામ થશે. આ જુના બસ સ્ટેન્ડનાં સ્થાને નવા બસ પોર્ટલના બાંધકામ માટે હાલનાં બસ સ્ટેન્ડનું શાસ્ત્રીમેદાનમાં બનાવાયેલ હંગામી બસ સ્ટેન્ડમાં સ્થળાંતર કરવાની કાર્યવાહી તા. ૧નાં રોજ રાત્રે ૧૨ વાગ્યાથી એટલે કે મધરાતથી શરૂ થઇ જશે અને રવિવાર સુધીમાં જુના બસ સ્ટેન્ડનું તબક્કાવાર સ્થળાંતર થઇ ગયા બાદ તા. ૬ નવેમ્બરથી જુના બસ સ્ટેન્ડનું ડિમોલીશન કરાશે.

Rajkot

વધુમાં તા. ૨થી શાસ્ત્રીમેદાનથી જે બસ મળશે તેમાં પ્લેટ ફોર્મ-૧ વોલ્વો સર્વિસ, પ્લેટ ફોર્મ-૨ અમદાવાદ (ઇન્ટરસીટી), પ્લેટ ફોર્મ-૩ અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, મહેસાણા, અંબાજી, પ્લેટ ફોર્મ-૪ મોરબી (ઇન્ટરસીટી), પ્લેટ ફોર્મ-૫ જામનગર, જામખંભાળીયા, દ્વારકા, ઓખા, પ્લેટ ફોર્મ-૬ આણંદ, વડોદરા, સુરત, વાપી, સાપુતારા, શીરડી, પ્લેટ ફોર્મ નં.-૭ ચોટીલા, સુરેન્દ્રનગર, મુળી, ધ્રાંગધ્રા, લીમડી, પ્લેટ ફોર્મ-૮ ગોધરા, દાહોદ, ઝાલોદ, બારીયા નડીયાદ વગેરે રૂટની મળશે.આ હંગામી બસ સ્ટેન્ડમાં કેન્ટીન સહિતની સુવિધા તેમાં ખાણી-પીણીના ૮ સ્ટોર, કેન્ટીન અને ૩ ટોઇલેટ બ્લોકની સુવિધા તથા મહિલા-પુરૂષો માટે અલગ-અલગ રેસ્ટરૂમની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. આ ઉપરાંત માધાપર ચોકડી તથા ગ્રીનલેન્ડ ચોકડીથી શાસ્ત્રી મેદાન સુધી બે મીની બસ દ્વારા એસ.ટી. બસનાં પેસેન્જરોની ફેરી સર્વિસ પણ શરૂ કરાશે.

English summary
Rajkot: New bus stand started from today. Read more news about it here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X