રાજકોટમાં વિરાણી ચોક નજીક ઝડપાયું કૂટણખાનુ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

રાજકોટમાં પોલીસે બાતમીને આધારે શહેરના વિરાણી ચોક નજીક લક્ષ્મીવાડી વિસ્તારમાંથી કૂટણખાનુ ઝડપી પાડ્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે મુંબઇનો સંદીપ નામનો વ્યક્તિ કૂટણખાનું ચલાવે છે અન તેના કામમાં તેની પત્ની પણ તેનો સાથે આપતી હતી. આ માહિતી મળ્યા બાદ પોલીસે વિરાણી ચોક નજીક લક્ષ્મીવાડી તરફ રેવન્યૂ કર્મચારી સોસાયટીમાં આવેલા ધન્ય બંગલામાં દરોડો પાડ્યો હતો.આ દરોડામાં પોલીસે કૂટણખાનાના સંચાલક તેમજ મૂળ મુંબઇના વતની સંદિપ માસૂમ કામદાર, તથા તેની પત્ની ભૂમિ અને ભાગીદાર પ્રકાશ ઉર્ફે જોની જયંતીને ઝડપી લીધા હતા તેમજ ઘટનાસ્થળેથ 3-4 યુવતીઓને પણ છોડાવી હતી.

prostitution

યુવતીઓ ઉપરાંત પોલીસે બંગલામાંથી બે ગ્રાહકો અરવિંદ મુળજી કોટક તથા હરેશ ભીમજી વાડોલિયાને પણ ઝડપ્યા હતા. આરોપી સંદીપે જણાવ્યુ હતું કે તે મુંબઈનો હોવાના લીધો તે મુંબઇ તેમજ દિલ્લીથી યુવતીઓ બોલાવતો હતો. તેની માહિતીને જ આધારે પોલીસે રાજકોટના ચુનારાવાડાના શિવાજીનગરમાં દરોડો પાડ્યો હતો અને ત્યાં કૂટણખાનુ ચલાવતી માયા પઢિયાર રમેશ દસલાટ તથા કાજલ નામની યુવતીને ઝડપી હતી. અને તે સ્થળેથી પણ યુવતીઓને મુક્ત કરાવી હતી. અને વધુ તપાસ દાથ ધઘરીને સંદીપે બીજા ક્યા ક્યા સ્થળે યુવતીઓ મોકલી છે તેની પણ તપાસ આગળ વધારી છે.

English summary
Rajkot: police raid and caught 4 girls on prostitution case. Read more news on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.