For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં મહિલાઓ માટે સૌથી વધુ સુરક્ષિત રાજકોટ શહેર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 7 માર્ચ: 'એબીપી ન્યુઝ બેસ્ટ સિટી એવોર્ડ'નો ખિતાબ નાગપુરે જીત્યો છે. નાગપુરે આ એવોર્ડ દેશના દેશના 20 શહેરોને પછાડીને જીત્યો છે. આ શહેર સાર્વજનિક પરિવહન, સ્વાસ્થ્ય સેવાઓ અને હરિયાળીના ધોરણે અવલ્લ રહ્યું હતું.

આ પ્રમાણે સૌથી બેસ્ટ શહેર 2013ના એવોર્ડ માટે પસંદ કરવામું આવ્યું હતુ અને સર્વેમાં નાગપુરે નવી દિલ્હી, મુંબઇ, બેંગ્લોર અને હૈદરાબાદ જેવા મેટ્રો સિટીને પછાડી આગળ રહ્યું હતું.

નાગપુર બાદ સૌથી વધુ કેટેગરીમાં એવોર્ડ જીતનાર શહેર રાજકોટ રહ્યું હતું. આ શહેરમાં મહિલાઓની સુરક્ષા, સાફ-સફાઇ તથા સ્વચ્છત અને કાયદા અને વ્યવસ્થાની કેટગરીમાં અવલ્લ રહ્યું હતું. રાજધાની દિલ્હીને બે શ્રેણીમાં એવોર્ડ જીતવામાં સફળતા મળી હતી. દિલ્હી પ્રાઇમરી શિક્ષણ અને સારા રસ્તાઓના મુદ્દે બીજા શહેરો પર ભારે પડ્યું હતું.

વિજળી પુરી પાડવાના મામલે મુંબઇ સૌથી આગળ રહ્યું હતું તો પર્યટન સુવિધાઓમાં પણ નાસિકે બાજી મારી હતી. શ્રેષ્ઠ ટ્રાફિક વ્યવસ્થાના મુદ્દે પુણે સૌથી આગળ રહ્યું તો સસ્તા મકાનોના મુદ્દે મદુરાઇ ટોચના સ્થાને રહ્યું હતું.

બેસ્ટ સિટી એટલે કે સર્વશ્રેષ્ઠ શહેરની ઓળખ કરવી કઠોર પ્રાઇમરી અને સેકન્ડરી રિસર્ચ બાદ કરવામાં આવી હતી. એબીપી ન્યુઝનો બેસ્ટ સિટી એવોર્ડ પોતાની જેમ ઉપભોક્તા માન્ય સર્વેક્ષણ છે. આ સર્વેક્ષણ જાણીતી રિસર્ચ એજન્સી આઇપીએસઓએસે પાર પાડ્યું હતું.

Rajkot

સર્વેનો હેતુ

આ અવસર પર એબીપી ન્યુઝના એડિટર ઇન ચીફ અવિક સરકારે કહ્યું હતું કે ભારતમાં શહેરી લોકોની વસ્તી લગભગ 38 કરોડ છે જે અમેરિકાની કુલ વસ્તી કરતાં વધારે છે. તેમને કહ્યું હતું કે ભારતમાં શહેરી જીવન કેવી રીતે સારું થાય, 'બેસ્ટ સિટી એવોર્ડ' આ દિશામાં તેમની તરફ એક નાનકડો પ્રયત્ન હતો.

એબીપી ન્યુઝ, એબીપી માઝા અને એબીપી આનંદાના સીઇઓ અશોક વેંકટરમણીએ કહ્યું હતું કે એબીપી ન્યુઝ અને આઇપીએસઓએસના આ સર્વેનો હેતુ તે શહેરોને પુરસ્કૃત કરવાનો છે જે રોલ મોડલ બનીને બીજી શહેરોને શહેરી વ્યવસ્થાપન માટે વધારે સારો દ્રષ્ટિકોણ પુરો પાડવા માટે પ્રેરણા આપે. તેમને કહ્યું હતું કે આ ખુબ જ જરૂરી હતું કે તે શહેરોની શોધ કરવામાં આવે જે સ્વસ્થ અને નક્કર વિકાસ તરફ આગળ વધી રહ્યાં છે, જો કે વિકાસ એ પોતાનામાં એક ઇનામ છે.

આ સર્વે માટે જે ધોરણો નક્કી કરવામાં આવ્યાં હતાં તેમાં સસ્તા મકાનો, જાહેર પરિવહન, કુશળ ટ્રાફિક વ્યવસ્થા, વીજળી પુરવઠો, સાફ-સફાઇ તથા સ્વચ્છતા, ગ્રીન સિટી, કાયદો અને વ્યવસ્થા, મહિલા સુરક્ષા, પર્યટક સુવિધાઓ, સ્વાસ્થ્ય સેવાઓ, પ્રાથમિક શિક્ષણના આધારે બેસ્ટ સિટીની પસંદગી કરવામાં આવી હતી.

પ્રાઇમરી રિસર્ચમાં 10 લાખથી વધુ વસ્તીવાળા 52 શહેરોની પસંદગી કરવામાં આવી હતી ત્યારબાદ રિસર્ચ અને મૂલ્યાંકન બાદ 20 શહેરોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં મુંબઇ, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ, અમદાવાદ, ચેન્નઇ, કલકત્તા, સૂરત, પુણે, જયપુર, નાગપુર, ભોપાલ, કાનપુર, પટણા, આગરા, મદુરાઇ, નાસિક, અમૃતસર, વારાણસી અને રાજકોટનો સમાવેશ થાય છે.

બેસ્ટ સિટી એવોર્ડ- 2003

1. જાહેર પરિવહન: નાગપુર

2. વીજળી પુરવઠાની સપ્લાઇ: મુંબઇ

3. સસ્તા મકાનો: મદુરાઇ

4. સારા રસ્તાઓ: દિલ્હી

5. કાયદો અને વ્યવસ્થા: રાજકોટ

6. સૌથી શ્રેષ્ઠ પર્યટક શહેર: નાસિક

7. ગ્રીન સિટી: નાગપુર

8. મેડિકલ સેવાઓ: નાગપુર

9. પ્રાથમિક શિક્ષણ: દિલ્હી

10. મહિલા સુરક્ષા: રાજકોટ

11. શ્રેષ્ઠ ટ્રાફિક વ્યવસ્થા: પુણે

12. સાફ-સફાઇ અને સ્વચ્છતા: રાજકોટ

13. રહેવા માટે શ્રેષ્ઠ શહેર: નાગપુર

English summary
Gujarat’s Rajkot has been seen as city with the Best Law and Order. It also has bagged an award for Women Safety and also for Cleanliness and Sanitation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X