રાજપીપળા ખાતે ત્રણ યુવકો નર્મદામાં થયા ઘરકાવ

Posted By:
Subscribe to Oneindia News

રાજપીપળાના ચાણોદ ખાતે આવેલા મંદિરમાં માનતા પૂરી કરવા આવેલા ત્રણ યુવકો નર્મદામાં નાહવા પડ્યા હતા. પણ પાણીની ઊંડાઇનો ખ્યાલ ના રહેલા ત્રણ જણા નર્મદાના પાણીમાં ડૂબી ગયા હતા. રાજપીપળાના જ રહેવાસી તેવા આ ત્રણ દેવીપૂજક સમાજના યુવાનોને બચાવવા માટે સ્થાનિક લોકો અને તંત્રએ ભારે જહેમત કરી હતી પણ તેમને બચાવી નહતી શક્યા. જો કે હાલ બે યુવકોની લાશ મળી છે અને ત્રીજી લાશ શોધાઇ રહી છે. ઘટનાની જાણ થતા તેમના પરિવારજનો પર આવી પહોંચ્યા હતા લાશ બહાર નીકળતા ગમગીન દ્રશ્યો સર્જાયા હતા.

rajpipal people drown

ત્યારે ત્રણ યુવકોની શોધ ચલાવવા માટે સાગર રક્ષક દળના તરવૈયાની પણ મદદ લેવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ આ યુવકો મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા અને પછી ગરમીમાં ઠંડક મેળવવા માટે નર્મદા નદીના પાણીમાં નાહવા માટે ઉતર્યા હતા. અને પાણી છેવટે તેમની ખેંચી ગયું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પાણીમાં ડૂબીની મરનારા લોકોની સંખ્યામાં હાલના સમયમાં મોટો સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

English summary
Rajpipla: 3 People drowned in Narmada river. Read here more on this news.
Please Wait while comments are loading...