રમણલાલ વોરા ગુજરાત રાજ્ય વિધાનસભાના સ્પીકર બન્યા
ગુજરાત રાજ્ય વિધાનસભાના સ્પીકર તરીકે રમણલાલ વોરાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે શંભુજી ઠાકોરને નાયબ સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે લાંબા સમયથી રમણલાલ વોરાનું નામ આ પદ માટે ચર્ચાતું હતું.

ત્યારે હાલ રમણલાલ વોરાએ ભાજપના પ્રાથમિક સભ્યથી રાજીનામું આપશે અને તે બાદ 22મીથી શરૂ થઇ રહેલ વિધાનસભાના ચોમાસું સત્રથી પોતાની કામગીરી સંભાળશે તેવી શક્યતા છે.
નોંધનીય છે કે રમણલાલ વોરા આનંદીબેનના કાર્યકાયમાં મંત્રી હતા. પણ રૂપાણીના નવા મંત્રીમંડળમાં તેમને સમાવેશ નહતો કરવામાં આવ્યો. ત્યારથી જ ચર્ચાઓ ચાલતી હતી કે તેમને સ્પીકરનું પદ આપી શકાય છે. અને હવે હાઇકમાન્ડ દ્વારા પણ આ રીતે લીલીઝંડી અપાતા. તેમની ગુજરાત રાજ્ય વિધાનસભાના સ્પીકર તરીકે નિમણૂક કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
