વડોદરામાં કોલેજીયન યુવતી પર બળાત્કાર
ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો,સુરતમાં હીરા ઉદ્યોગકારોને રફ ડાયમંડની માથાકૂટથી કાયમ માટે છૂટકારો મળે તે હેતુસર જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, જેના ભાગરૂપે જીજેઇપીસી અને અલરોઝા વચ્ચે રફ ડાયમંડનો સીધો જ કારબોર કરવા માટે એક એમઓયુ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. વડોદારાના ગોરવા ખાતે રહેતી કોલેજીયન યુવતી સાથે સગીરવયના બળાત્કારીએ હેવાનિયત આચરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. યુવતીનું અપહરણ કરી સિંધરોટ ખાતે લઇ જઇ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેની નગ્ન તસવીરો ખેંચી લીધી હતી, તેમજ 50 હજારની માંગણી કરવામાં આવી હતી. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

રફ હીરા માટે રશિયન કંપની સાથે એમઓયુ
સુરતમાં હીરા ઉદ્યોગકારોને રફ ડાયમંડની માથાકૂટથી કાયમ માટે છૂટકારો મળે તે હેતુસર જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, જેના ભાગરૂપે જીજેઇપીસી અને અલરોઝા વચ્ચે રફ ડાયમંડનો સીધો જ કારબોર કરવા માટે એક એમઓયુ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે.

વડોદરામાં કોલેજીયન યુવતી પર બળાત્કાર
વડોદારાના ગોરવા ખાતે રહેતી કોલેજીયન યુવતી સાથે સગીરવયના બળાત્કારીએ હેવાનિયત આચરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. અમીન પાર્ટી પ્લોટ નજીક રવિવારે રાત્રે પોતાના બોયફ્રેન્ડ સાથે રહેલી યુવતીનું અપહરણ કરી સિંધરોટ ખાતે લઇ જઇ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેની નગ્ન તસવીરો ખેંચી લીધી હતી, તેમજ 50 હજારની માંગણી કરવામાં આવી હતી. જો કે, ફરિયાદ થયાને પાંચ જ કલાકની અંદર પોલીસે આ બળાત્કારીને ઝડપી લીધો છે અને યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યાં છે.

સુરતમાં વિધવા સાથે દુષ્કર્મ કરી ક્લિપ ઉતારાઇ
દેશભરમાં મહિલા સાથેના અપરાધોની સંખ્યા વધી રહી છે, સુરત પણ તેનાથી અછુતુ રહ્યું નથી. સુરતમાં એક વિધવા સાથે મોબાઇલ શોપ ધરાવતા એક યુવકે લગ્નનું લાલચ આપી શારીરિક શોષણ કરીને તેની ક્લિપિંગ ઉતારી હોવાની ફરિયાદ અડાજણ પોલીસ મથકે નોંધાઇ છે. ફરિયાદ અનુસાર લગ્નનું લાલચ આપીને અને તેના સંતાનને અપનાવી લેવાનું કહીને વિધવા સાથે ઉક્ત યુવકે શારીરીક શોષણ કર્યું હતું અને જો ફરિયાદ કરી તો પુત્રનું અપહરણ કરવાની ધમકી આપી હતી. પોલીસે યુવક, તેના માતા પિતા અને મામા સામે ફરિયાદ નોંધી છે.

મોરબીમાં દારૂ મામલે ભાઇએ કરી ભાઇની હત્યા
મોરબી તાલુકાના બેલા ગામની સીમ નજીક મોટાભાઇએ નાના ભાઇને છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાંખી હોવાનું બહાર આવ્યું છે. દેશી દારૂ વેચવાના મામલે થયેલી માથાકૂટ બાદમાં લોહિયાળ બની ગઇ હતી. જો કે, હત્યા પાછળ એ જ માથાકૂટ જવાબદાર છેકે અન્ય કોઇ કારણ છે તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.












Click it and Unblock the Notifications
