For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ જગન્નાથની રથયાત્રામાં અપાય છે મગનો પ્રસાદ

રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથને ચઢે છે આ પ્રસાદ, જાણો વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

જગન્નાથની રથાયાત્રામાં પ્રસાદનું ખાસ મહત્વ હોય છે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ભગવાન જગન્નાથની નગરયાત્રા એટલે કે રથયાત્રા દરમિયાન જાંબુ અને મગનો પ્રસાદ આપવામાં આવે છે. આ પ્રસાદનું એક આગવું મહત્વ છે. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથને ખાસ પ્રસાદ ચઢાવવામાં આવે છે. સાથે જ ભાઇ બલરામ અને બહેનને પણ ભોગ ચઢાવવામાં આવે છે.

આ માટે ભગવાનના મોસાળમાં અઠવાડિયા પહેલાથી જ તૈયારીઓ કરવામાં આવે છે. આજે અમે તમને ભગવાન જગન્નાથની યાત્રા દરમિયાન ભગવાનને કેવા કેવા ભોગ ચઢાવવામાં આવે છે તથા કેમ રથયાત્રા દરમિયાન ભક્તોને લીલા મગ અને જાંબુનો પ્રસાદ ચઢાવવામાં આવે છે તે વિષે કેટલીક રસપ્રદ માહિતી આપવાના છીએ. આ પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ અહીં...

બ્રહ્મ મૂર્હતમાં ગવારનું શાક

બ્રહ્મ મૂર્હતમાં ગવારનું શાક

ભગવાન જગ્ન્નાથની રથયાત્રા સાથે પરંપરાગત બાબતો પણ સંકળાયેલી છે તે પ્રમાણે વર્ષોથી રથયાત્રાના દિવસે ભગવાનને સવારના બ્રાહ્મ મુર્હુતમાં ગવાર કોળીનું શાક અને સૂકા મેવા યુક્ત ખીચડી ધરાવવામાં આવે છે

ભક્તોની લાઇન

ભક્તોની લાઇન

નોંધનીય છે કે ભગવાન બાદ ભક્તોને આપવામાં આવતા આ પ્રસાદનું અતિશય માહાત્મય હોવાથી ભક્તજનો સવારથી જ તે લેવા માટે લાઇનો લગાવતા હોય છે

બુંદી, ગાંઠિયા, માલપૂઆ

બુંદી, ગાંઠિયા, માલપૂઆ

જો કે ભગવાનના મોસાળ ખાતે ભગવાનને જગન્નાથને ખાસ આતિથ્ય પ્રેમ મળે છે. અને અહીં ત્રણેય ભાઇ બહેનને અહીંનો ફેમસ માલપૂઆ, ગાંઠિયા તથા બુંદીનો પ્રસાદ ભોગ તરીકે અપાય છે. અને લોકોમાં પણ તેને વહેંચાય છે. આ બુંદીનો ટેસ્ટ ખરેખરમાં અદ્ધભૂત હોય છે.

પ્રસાદ માટે તૈયારીઓ

પ્રસાદ માટે તૈયારીઓ

રથયાત્રા વખતે શહેરભરમાં જ્યા રથયાત્રા ફરે છે ત્યાં ફણગાવેલા મગની પ્રસાદી આપવામાં આવે છે સાથે સાથે ચોમાસાની ઋતુમાં મળતા જાબુ તથા કાકડી પણ પ્રભુને ધરાવવામાં આવે છે તેના માટે મંદિરમાં પ્રસાદના ઢગ ખડકાયા છે તેમજ દર્શનાર્થીઓ પણ મંદિરમાં મગનું દાન કરી રહ્યા છે

મગના પ્રસાદનું મહત્વ

મગના પ્રસાદનું મહત્વ

મગ ચલાવે પગ આ કહેવતને અનુસરીને વર્ષોથી જગ્ગનાથજીની રથયાત્રામાં મગનો પ્રસાદ આપવામાં આવે છે. આખો દિવસ રથયાત્રામાં ચાલતા શ્રદ્ધાળુઓ મગનો પ્રસાદ ખાઇને શરીરની ઉર્જા જાળવી રાખે છે.

આરોગ્ય અને મગ

આરોગ્ય અને મગ

વળી મગની કોઈ આડઅસર નથી. આથી આરોગ્યની રીતે ફણગાવેલા મગનો પ્રસાદ અતિ મહત્વનો બની રહે છે. શહેરના ખૂણેખૂણાના ભક્તજનો સુધી પ્રસાદ પહોંચી શકે તે માટે આ પ્રમાણે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

રથયાત્રામાં પ્રસાદ

રથયાત્રામાં પ્રસાદ

આ વખતે પ્રસાદ માટે કુલ 25000 કિલો મગ, 600 કિલો જાંબુ, 300 કિલો કેરી, 300 કિલો કાકડી-દાડમ અને 2 લાખના કેસરી ઉપરણાની વ્યવસ્થા કરવામાં આવી છે.

English summary
Check Rath yatra prasad interesting facts in gujarati and rath yatra latest update in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X