રવિન્દ્ર જાડેજા ચૂંટણીના મેદાનમાં ઉતર્યા, રિવાબા માટે પ્રચાર કરતા જોવા મળ્યા.

ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. હાલમાં જ રવિન્દ્ર જાડેજા તેની પત્ની રિવાબા જાડેજા માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. હાલમાં જ રવિન્દ્ર જાડેજા તેની પત્ની રિવાબા જાડેજા માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

Ravindra Jadeja

હાલમાં જ રવિન્દ્ર જાડેજાએ ટ્વિટર પર એક વિડિયો જારી કર્યો હતો. આ વીડિયોમાં જાડેજા જામનગરના લોકો પાસે રીવાબા જાડેજા માટે સમર્થન માંગતા જોવા મળ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ વીડિયોમાં લોકોને નોમિનેશનમાં જોડાવા આમંત્રણ આપ્યુ હતું.

તમને જણાવી દઈએ કે રિવાબા જાડેજા જામનગર ઉત્તરથી બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે હવે રવિન્દ્ર જાડેજા તેના સમર્થનમાં મેદાને ઉતર્યા છે.

હાલ રવિન્દ્ર જાડેજાએ વીડિયો જારી કરી લોકોને અપીલ કરી છે પરંતુ માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જાડેજા રસ્તાઓ પર પણ રીવાબાના સમર્થનમાં પ્રચાર કરશે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. જામનગરમાં પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X