વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ પ્રકારે કરવામાં આવી છે સુરક્ષા વ્યવસ્થા

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. સવારે 10 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. અને તે બાદ તે ત્યાંથી ડીસા જવા નીકળી જશે. જ્યાં તેઓ 350 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બનાસ ડેરીના ચીઝ પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે. નોંધનીય છે કે વડાપ્રધાન જ્યારે ડીસાની મુલાકાતે છે ત્યારે તેમની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

Read also: પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે, જાણો તેમનો કાર્યક્રમ

modi

ત્યારે ગુજરાત સરકાર દ્વારા ડીસાના કાર્યક્રમમાં નાગરિકોને લાવવા લઇ જવા માટે 500 બસોની માંગણી કરવામાં આવી છે. તો પીએમની સુરક્ષા માટે એડીજીપી, આઇજી, ડીઆઇજી અને 10 એસપી સમેત 300 પીએસઆઇ અને 3000 કોન્સ્ટેબલનો તૈનાત કરવામાં આવ્યા છે. વધુમાં ચેતક કમાન્ડોની ટીમ પણ ત્યાં તેમની સુરક્ષા માટે હાજર છે. અને સમગ્ર ડીસા શહેરને યુદ્ધ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.

English summary
Read here the details of security arrangement of PM modi gujarat Visit.
Please Wait while comments are loading...