For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળી, નવા વર્ષ અને છઠ્ઠ પુજા દરમિયાન રાત્રી કર્ફ્યૂમાં 2 કલાકની છુટ!

કોરોના મહામારી વચ્ચે આગામી તહેવારોને લઈને ગુજરાત સરકારે કોરોના નિયમોમાં છુટછાટ આપી છે. ગુજરાત સહિત ભારતભરમાં રાજ્યના નિયમો પ્રમાણે નાઈટ કર્ફ્યુ અમલી બનાવવામાં આવ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

કોરોના મહામારી વચ્ચે આગામી તહેવારોને લઈને ગુજરાત સરકારે કોરોના નિયમોમાં છુટછાટ આપી છે. ગુજરાત સહિત ભારતભરમાં રાજ્યના નિયમો પ્રમાણે નાઈટ કર્ફ્યુ અમલી બનાવવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ આ કર્ફ્યૂ અમલમાં છે ત્યારે હવે સરકારે નાઈટ કર્ફ્યૂમાં રાહત આપી છે.

gujarat assembly

ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ સામાન્ય દિવસોમાં રાત્રે 12 થી 6 લાગ્યા સુધી અમલમાં છે ત્યારે હવે આગામી તહેવારોને લઈને આ સમયમાં છુટછાટ આપવામાં આવી છે. દિવાળી, નવા વર્ષ અને છઠ્ઠ પુજા દરમિયાન આ સમયમાં બે કલાકની છુટછાટ આપવામાં આવી છે. આ તહેવારો દરમિયાન 30 ઓકટોબરથી 30 નવેમ્બર સુધી આઠ મહાનગરો અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર, સુરત, વડોદરા અને જામનગરમાં રાત્રિ કરફ્યુ રાત્રે 1 કલાકથી સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે.

રાત્રી કર્ફ્યૂ સિવાય રેેસ્ટોરન્ટ અને સિનેમા હોલની ક્ષમતાને લઈને પણ છુટછાટ આપવામાં આવી છે. રાજ્યમાં રેસ્ટોરન્ટ 75 ટકા ક્ષમતા સાથે રાત્રીના 12 વાગે સુધી ખુલ્લા રાખી શકાશે. સિનેમા હોલની વાત કરીએ તો સિનેમા હોલ 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.

આ ઉપરાંત નવા વર્ષ દરમિયાન યોજાતા સ્નેહ મિલન બાબતે પર સરકારે ચોખવટ કરી છે. આવા સ્નેહ મિલન કોરોના ગાઈડ લાઈન મુજબ યોજવાના રહેશે. જો કે મહત્તમ 400 લોકો જ એક જગ્યાએ ભેગા થઈ શકશે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોરોના વાયરસના નહિવત કેસ નોંધાઈ રહ્યા છે.

English summary
Relaxation in night curfew during Diwali, New Year and chhath Puja!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X