Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નરેન્દ્ર મોદી પર રેણૂકા ચૌધરીના વ્યક્તિગત પ્રહારો

renuka-chaudhary
જૂનાગઢ, 11 નવેમ્બરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે, કોંગ્રેસ અને ભાજપના વાકપ્રહારો તેજ બની ગયા છે. ગુજરાતમાં બે દિવસમાં 20 સભાઓ કરી રહેલા કોંગ્રેસના નેતાઓ મોદીને નિશાન બનાવી રહ્યાં છે. જૂનાગઢમાં સભા દરમિયાન કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ મોદી પર વ્યક્તિગત પ્રહારો કર્યા.

રેણુકા ચૌધરીએ મોદી પર હુમલો કરતા કહ્યું, '' જે વ્યક્તિ સ્ત્રીઓનું માન નથી જાળવી શકતી તે તમારા લોકોની વ્યથાને કેવી રીતે દૂર કરશે.''

કોંગ્રેસના તેજ તર્રાર નેતા રેણૂકા ચૌધરીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યા. ગુજરાતના જૂનાગઢમાં કોંગ્રેસની સભામાં રેણૂકા ચૌધરીએ કહ્યું કે મોદીનો નકાબ હટી ગયો છે અને ભાજપનું બેન્ડ વાગી ગયું છે.

નોંધનીય છે કે, મોદીએ હિમાચલ પ્રદેશમાં કોઇપણનું નામ લીધા વગર ઇશારા-ઇશારામાં કેન્દ્રીય મંત્રી શસિ થરૂરની પત્ની વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી.

મોદીના આ નિવેદન પછી આખી કોંગ્રેસ પાર્ટી થરૂરના સમર્થનમાં આવી ગઇ હતી. કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહએ સિમલામાં પત્રકાર પરિષદમાં મોદીને પરણિત હોવા અંગે અને તેનો ઉલ્લેખ ચૂંટણી ફોર્મમા નહીં કરવા અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો.

નરેન્દ્ર મોદીના આ નિવેદનથી શરૂ થયેલો વિવાદ તેમનો પીછો છોડી રહ્યો નથી. બીજી તરફ કોંગ્રેસ ગુજરાતમાં થનારા વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. જેના ભાગરૂપે કોંગ્રેસ રેલી યોજીને મોદી પર ભારે પડવા પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસના અનેક મોટા નેતાઓ ગુજરાતના વિવિધ શહેરોમાં સભાઓ યોજી રહ્યાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X