પ્રજાસત્તાક દિન 2018: મહેસાણા ખાતે રાજ્યપાલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

Written By:
Subscribe to Oneindia News

દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 આસિયાન દેશોના વડાઓ સાથે 69મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યાં છે, ત્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓ.પી.કોહલીએ મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાની પ્રજાસત્તાક ઉજવણી કરી હતી. રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ મહેસાણામાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ સીએમ રૂપાણી અને રાજ્યપાલ કોહલી સલામી પરેડમાં પણ હાજર રહ્યા હતા.

Vijay Rupani

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુરૂવારે જ સીએમ રૂપાણી મહેસાણા પહોંચી ગયા હતા અને એ દિવસે કેટલાક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ગુરૂવારે સાંજે મનોહર મહેસાણા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સીએમ રૂપાણીએ હાજરી આપી હતી. આ ઉજવણીના ભાગરૂપે ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા વોલ પેઇન્ટ કરવામાં આવી છે, જે હેઠળ શહેરમાં આવેલ જાહેર સ્થળો અને કપાઉન્ડ વોલ પર વિવિધ ચિત્રો દોરી નાગરિકોને વિવિધ સંદેશાઓ આપવામાં આવ્યા છે. જેમ કે, નશાબંધી, સ્વચ્છતા અભિયાન, ભૃણ હત્યા નિવારણ, આરોગ્ય અને પ્રવાસન જેવા વિવિધ વિષયોને આવરી લેતા ચિત્રો દોરવામાં આવ્યા હતા.

English summary
Republic Day 2018: CM Rupani and Governer O.P.Kohli celebrated the day in Mehsana

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.