For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ફરી આરક્ષણ આંદોલનની દસ્તક, આંદોલનમાં મંત્રી અને ધારાસભ્યોનું સમર્થન

ગુજરાતમાં ફરી આરક્ષણ આંદોલનની દસ્તક, આંદોલનમાં મંત્રી અને ધારાસભ્યોનું સમર્થન

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં ફરી એકવાર અનામત આંદોલનનો દોર શરૂ થઇ ગયો છે. જોકે લોકરક્ષક ભરતીમાં થઇ રહેલી ગેરરીતીઓને પગલે માલધારી સમુદાયની મહિલાઓ છેલ્લા 40 દિવસથી ગાંધીનગર ખાતે આંદોલન કરી રહી છે. તો બીજી તરફ રાજ્યના કોળી સમુદાયે પણ આરક્ષણ માટે સરકાર વિરુદ્ધ આંદોલન છેડ્યું છે. મહત્વનું છે કે ગુજરાત સરકારના મંત્રી અને કોળી સમાજના અગ્રણી કુંવરજી બાવળીયાએ આ આંદોલનને સમર્થન આપ્યું છે.

protest

ત્યારે આ આંદોલનને ગુજરાત સરકારના જ સાંસદો અને ધારાસભ્યોનો ટેકો મળ્યો છે. ગુજરાત ભાજપના સાંસદ પરબત પટેલ, સાંસદ પૂનમ માડમ, રાજ્યસભાના સભ્ય જુગલજી ઠાકોર, સાંસદ કિરીટ સોલંકી સહિતના અનેક ધારાસભ્યોએ સહકાર આપી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. તો બીજી તરફ કોળી સમાજ પણ આરક્ષણ આંદોલન માટે આગળ આવ્યું છે અને તેમના સમાજની અનામતની માંગ સાથે આ સમાજે પણ આંદોલન કરવાની ચિમકી આપી છે.

ગુજરાતના કોળી સમાજના આગેવાનોની અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી અને આ બેઠક બાદ કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે લોકરક્ષક દળની ભરતીમાં ઓબીસી ઉમેદવારો પર અન્યાય થઇ રહ્યો છે. ઓબીસીને પણ આરક્ષણનો લાભ મળવો જોઈએ. વધુમાં કોળી સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ બેઠકમાં ગુજરાત-કોંગ્રેસ-ભાજપના અનેક ધારાસભ્યો સામેલ થયા હતા અને ગુજરાત સરકારના મંત્રી કુંવરજી બાવળીયાએ પણ તેને સમર્થન આપ્યું છે. કોળી સમાજના આગેવાને વધુમાં જણાવ્યું હતું કે ઓબીસી એકતા મંત્રના બેનર હેઠળ આગામી દિવસોમાં લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં થતા અન્યાય સામે રાજયની તમામ જિલ્લા કચેરીઓમાં અરજી કરવામાં આવશે. ત્યાર બાદ અનામત આંદોલન માટેની તૈયારીઓ કરવામાં આવશે

નોંધપાત્ર છે કે ગુજરાત રાજ્યમાં આરક્ષણ ને લઇ મોટુ આંદોલન થવાની શક્યતા છે ત્યારે આરક્ષણનો વિરોધ કરવા માટે બિનઅનામત સમુદાય પણ મીંટીગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આરક્ષણના સમર્થક અને વિરોધિયો વચ્ચે ટક્કર થઇ શકે છે.

શુ હોય છે દયા અરજી, જાણો તેની સાથે જોડાયેલા ચોંકાવનારા તથ્યોશુ હોય છે દયા અરજી, જાણો તેની સાથે જોડાયેલા ચોંકાવનારા તથ્યો

English summary
reservation movement restarted, support of ministers and legislators in agitation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X