For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિકની મિત્ર રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામુ આપ્યું

હાર્દિક પટેલની મિત્ર રહી ચુકેલી રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામુ આપી દીધું છે. રાજકોટમાં તેમને પ્રેસ કોન્ફ્રન્સ કરીને તેની જાણકારી આપી.

|
Google Oneindia Gujarati News

હાર્દિક પટેલની મિત્ર રહી ચુકેલી રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામુ આપી દીધું છે. રાજકોટમાં તેમને પ્રેસ કોન્ફ્રન્સ કરીને તેની જાણકારી આપી. તેમને કહ્યું કે તેઓ માનસિક રૂપે ભાજપથી અલગ થઇ જ ચુક્યા હતા, પરંતુ હવે તેઓ અધિકારીક રીતે ભાજપથી પોતાનું રાજીનામુ આપે છે. રેશ્મા પટેલે કહ્યું કે તેઓ ભાજપને હરાવવા માટે કોઈને પણ સપોર્ટ કરી શકે છે.

આ પણ વાંચો: હાર્દિક અને જિગ્નેશ મેવાણીથી ડરી ગયા છે મોદી-શાહઃ રાજકોટમાં કન્હૈયા કુમાર

ભાજપમાં હવે નહીં રહી શકું: રેશ્મા પટેલ

ભાજપમાં હવે નહીં રહી શકું: રેશ્મા પટેલ

રેશ્મા પટેલે કહ્યું કે તેમને રાજીનામાં અંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષને પત્ર પણ લખ્યો છે. હવે હું ભાજપમાં નહીં રહી શકું, હવે હું વધારે સહન નહીં કરું. ભાજપને હરાવવા માટે બધાએ સાથે મળીને લડવું પડશે. તેમને કહ્યું કે અમિત શાહના તાનાશાહથી કાર્યકર્તાઓ થાકી ગયા છે. ભાજપની કાર્યપદ્ધતિ માર્કેટિંગ કંપની જેવી ચાલી રહી છે.

રેશ્માએ હાર્દિક પટેલનું ખુલ્લું સમર્થન કર્યું

રેશ્માએ હાર્દિક પટેલનું ખુલ્લું સમર્થન કર્યું

હાર્દિક પટેલનું ખુલ્લું સમર્થન કરતા રેશ્મા પટેલે કહ્યું કે હાર્દિક પટેલ જ્યાંથી પણ ચૂંટણી લડશે, ત્યાં જઈને તેના માટે દિલથી પ્રચાર કરશે. તેમને એવું પણ કહ્યું કે તેઓ પોરબંદરથી લોકસભા અને માણાવદરથી વિધાનસભા ચૂંટણી લડવા માટે તૈયાર છે.

અપક્ષ તરીકે પણ ચૂંટણી લડશે

અપક્ષ તરીકે પણ ચૂંટણી લડશે

રેશ્મા પટેલના સમર્થકોએ કહ્યું કે ઉપલેટાનો ચૂંટણી કેન્દ્ર બનાવીને તેમને પ્રચાર પણ શરુ કરી દીધો છે. તેની સાથે સાથે તેમને લોકસંપર્ક અને સરપંચ સંપર્ક અભિયાન શરુ કરવાની ઘોષણા કરી છે. જો કોઈ રાજનૈતિક દળ ટિકિટ નહીં આપે અથવા ગઠબંધનમાં મોકો નહીં મળે તો તેઓ અપક્ષ તરીકે પણ ચૂંટણી લડશે.

English summary
Reshma Patel resigns from BJP in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X