દ્વારકામાં ઓખા રેલવે સ્ટેશનથી શંકાસ્પદ મહિલા ઝડપાઇ, તેની પાસેથી અનેક નક્શા મળી આવ્યા
દ્વારકાના ઓખા રેલવે સ્ટેશન પરથી આરપીએફે એક શંકાસ્પદ મહિલાની અટકાયત કરી છે. આ મહિલા પાસેથી અનેક નક્શા મળી આવ્યા છે. આ નક્શા દ્વારકા અને તેની આસપાસના હોય તેમ પ્રાથમિક તપાસમાં જણાયુ છે. મહિલાને હાલ વધુ તપાસ માટે રાજકોટ લઇ જવામાં આવી છે. આ મહિલા 40 વર્ષની છે. પ્રાથમિક તપાસમાં તે ઉત્તર પ્રદેશની જણાઇ છે.

ઘટનાની વિગત એવી છે કે આજે સવારે ઓખા રેલવે સ્ટેશન પર આરપીએફના જવાનોને એક મહિલાની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની અટકાયત કરી હતી. અટકાયત બાદ પૂછપરછમાં મહિલાએ ગોળગોળ જવાબો આપ્યા હતા. તેના સામાનની તપાસ કરતા અનેક નક્શાઓ મળી આવ્યા હતા. આ નક્શા દ્વારકા અને તેની આસપાસના ક્ષેત્રના હોય તેમ જણાયુ હતુ. આ નક્શા હાથે બનાવેલા છે.












Click it and Unblock the Notifications
