ઇડર : 2000ના દરની 91 લાખ રૂપિયાની નોટ ખેતરમાંથી મળી

Subscribe to Oneindia News

નોટબંધી બાદ અસ્તિત્વમાં આવેલી 2000 રૂપિયાના દરની 91લાખ રૂપિયાની નોટ સાબરકાંઠાના ઇડર તાલુકાના વડીયાવીર ગામના એક ખેતર માંથી મળી આવી હતી. આ અંગે પોલીસને જાણ થતા તેમણે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. આ અંગે વાત કરતા જીલ્લા પોલીસ વડા પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, આ મળેલી નોટો અસલી છે કે નકલી અને આટલા પ્રમાણમાં આ નોટો કોણે ફેકી અથવા કેમ ફેકી તે અંગે તપાસ ચાલી રહી છે. તેમજ થોડા દિવસો અગાઉ 6 કરોડની લુંટની ફરિયાદ થઈ હતી. આ નોટોનો સબંધ છે તે ઘટના સાથે છે કે નહી જેવી મુદ્દાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે.

money

સમગ્ર મામલે જાણવા મળતી માહિતી મુજબ વડીયાવીર ગામના ફલજીભાઇ પટેલ ગુરુવારે સવારે પોતાના ખેતર તરફ જઈ રહ્યા હતા તે સમયે તેમને છુટી પડેલી રૂ. 91 લાખથી વધુની રૂ. 2000ની નવી નોટો મળી આવી હતી. જે તેઓ તેમના ઘરે લઇ ગયા હતા. આ ઘટનાની જાણ ગામના સરપંચને થતા તેમણે પોલીસને જાણ કરી હતી. શુક્રવારે ઇડર પોલીસ ફલજીભાઇ પટેલના ઘરે જઈને નવી રૂ. 2000ની 91 લાખથી વધુની નોટો કબજે કરી હતી. અને જ્યાંથી ખેડૂત ફલજીભાઈને નોટ મળી હતી તે જગ્યાએ જઈને પંચનામું કર્યું હતું.

English summary
Sabarkantha: 91 lakhs have been found in farm. Read more on it.
Please Wait while comments are loading...