સાબરકાંઠાની ત્રણ શાળાઓને અપાશે AC ક્લાસરૂમની સુવિધા

અમદાવાદથી 80 કિમી દૂર આવેલા આ ગામની પંચાયતે ક્લાસરૂમમાં એસી લગાવવાની યોજનાને મંજૂરી આપી દીધી છે, આ કાર્ય વેકેસન દરમિયાન પૂર્ણ કરી દેવામાં આવશે. નોંધનીય છે કે છેલ્લા સાત વર્ષામાં આ ગામના માથે બીજૂ યશ કલગી લગાવવામાં આવ્યું છે.
આ પહેલા આ ગામને વેબસાઇટ, ફેસબુક એકાઉન્ટ, વાઇફાઇ કનેક્શન, રીવર્સ ઓસ્મોસિસ ટ્રીટેડ વોટર સપ્લાય, મીની બસ ટ્રાન્સપોર્ટેસન સિસ્ટમ, સિવેજ લાઇન અને વેસ્ટ ડિસ્પોઝલ સિસ્ટમ સહિત અનેક બાબતોથી સુસજ્જ કરવામાં આવ્યું હતું.
ગામના સરપંચ હિમાન્સુ પટેલે કહ્યું છે કે એસી લગાવવાની યોજનાનું બજેટ 11.5 લાખ રૂપિયા છે. જેનું ફંડ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવ્યું છે, અને કામ એક ખાનગી કંપનીને આપવામાં આવ્યું છે. હાલ શાળામાં પરીક્ષાનો માહોલ હોય આ કામ ઉનાળું વેકેસન દરમિયાન કરવામાં આવશે. ત્રણ શાળાના 24 ક્લાસરૂમને સેન્ટ્રલાઇઝ એસીથી સુસજ્જ કરવામાં આવશે. ગત વર્ષે ગ્રામ પંચાયત દ્વારા વિદ્યાર્થીઓની ગતીવિધિઓ પર નજર રાખવા માટે શાળામાં 25 સીસીટીવી કેમેરા લગાવાયા હતા.












Click it and Unblock the Notifications
