સાધ્વી જયશ્રીગીરીની થઇ ધરપકડ, 5 કરોડના સોનાની માલિક?

Posted By:
Subscribe to Oneindia News

શુક્રવારે, પાલનપુર ખાતે પાલનપુર પોલીસે મુક્તેશ્વર મઠના મહામંડલેશ્વર સાધ્વી જયશ્રીગીરીની ધરપકડ કરી છે. સાધ્વીજી પર આરોપ છે કે તેમણે 5 કરોડ રૂપિયાનું સોનું ખરીદ્યું હતું અને તે પછી તેના નાણાં નહતા ચૂકવ્યા. એટલું જ નહીં પોલીસે જ્યારે સાધ્વીના આશ્રમ પર રેડ પાડી તો તેમની પાસેથી 2 કિલો જેટલા સોનાના બિસ્ટકીટ, નવી નોટો સાથે 1.25 કરોડ જેટલા રૂપિયા નકદ અને દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો.

 Sadhvi JayShree Giri

નોંધનીય છે કે આ પહેલા પણ સાધ્વી જયશ્રીગીરીની ભૂમિકા હંમેશા વિવાદાસ્પદ રહી છે. તેમની પર આ પહેલા પણ પોલીસ ફરિયાદો થઇ ચૂકી છે અત્યાર સુધીમાં તેમની પર 3 પોલીસ ફરિયાદ થઇ છે. એક ફરિયાદ મુજબ તેમની પર 20 વર્ષના યુવકના ગુમ થવાના કેસમાં સંડોવણી હોવાનો આરોપ પણ છે. હાલ જે કેસમાં સાધ્વીની ધરપકડ થઇ છે તે મુજબ તેમણે ઝવેરી પ્રિતેશ શાહ પાસેથી 5 કરોડની કિંમતનું સોનું લીધુ હતું. પણ 5 કરોડના સોનાની રકમની ચૂકવણી નહતી કરી. જે અંગે પોલિસે તેમની ધરપકડ કરી છે. નોંધનીય છે કે આ પહેલા પણ નોટબંધી વખતે યોજવામાં એક ડાયરામાં નવી 2000 રૂપિયાાની નોટો ઉડાવવા મામલે તેમનું નામ ચર્ચાોઓમાં આવ્યું હતું.


એટલું જ નહીં 2014માં તેમની પર પૈસાની લેવડ દેવડ માટે એક ગૃહસ્થનું અપહરણ કરવાનો પણ આરોપ છે. ત્યારે સવાલ તે થાય છે કે ગૃહસ્થ જીવન ત્યજી ચૂકેલા સાધ્વીને 5 કરોડ રૂપિયાનું સોનું લેવાની શું જરૂર પડી. અને કેમ તેમણે આ અંગે છેતરપીંડી કરી. હાલ તો સાધુ સમાજથી લઇને સભ્ય સમાજના તમામ લોકો સાધ્વીની ધરપકડ પછી સ્તબ્ધ છે.

English summary
Sadhvi JayShree Giri was arrested for the fraud of 5 cr gold case. Read more here.
Please Wait while comments are loading...