For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સુરક્ષિત શહેર સુરત' પ્રોજેક્ટ, જનભાગીદારીથી પ્રથમ પહેલ કરતું ગુજરાત

|
Google Oneindia Gujarati News

સુરત, 18 જાન્યુઆરીઃ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 'સુરક્ષિત શહેર સુરત'ના સીસીટીવી ટેકનોલોજીથી સંચાલિત સુરત શહેર પોલીસ કમિશ્નરના સમાજજીવનની સુરક્ષા માટેના અભિનવ પ્રોજેકટનું લોકાર્પણ કરતાં સુરતની આ જનભાગીદારી દ્વારા નાગરિક સુરક્ષા માટે દિશાદર્શક બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. ગુજરાતના અન્ય શહેરોમાં અને ન્યાયતંત્ર માટે પણ આ ટેકનોલોજી સર્વેલન્સ પ્રોજેકટ નવી શકિત આપશે એમ તેમણે જાહેર કર્યું હતું.

narendra modi

સુરક્ષિત શહેરસુરતનો આ પ્રોજેકટ સમગ્ર શહેરના ર૦૦ કીલોમીટરના પરિઘને સીસીટીવી કેમેરાના વિજીલન્સ નેટવર્કથી આવરી લે છે જેમાં ર૬ વ્યૂહાત્મક કેન્દ્રો સુનિશ્ચિત કરીને ૧૦૪ સીસીટીવી કેમેરા પોલીસની ત્રીજી આંખ બની રહે રહેવાના છે. મુખ્યમંત્રીશ્રીએ પોલીસ કમિશ્નર કચેરીમાં કાર્યરત આ પ્રોજેકટના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં જઇને સીસીટીવી નેટવર્કના વિજિલન્સના વિવિધ પાસાંઓની માહિતી મેળવી હતી.

સમગ્ર ભારતમાં સૌ પ્રથમ એવો ટેકનોલોજી આધારિત સમાજ જીવનની સુરક્ષા માટે પોલીસતંત્રને આધુનિક ઉપકરણોની સુવિધાથી સુસજ્જ કરતો આ ઙ્કસુરક્ષિત શહેર સુરતઙ્ખ પ્રોજેકટ પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે જનભાગીદારીના પ્રેરણાત્મક સહયોગથી કાર્યરત થયો છે અને તેમાં રૂા. ૧૦.પ૦ કરોડનો ખર્ચ થયો છે. શ્નગૂના નિયંત્રણ અને ટ્રાફિક નિયમનઌની પોલીસની કામગીરીને સતર્ક અને સુસજ્જ બનાવતા આ પ્રોજેકટની વિશેષતા માટે મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન આપ્યા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકાર અને સુરતના શહેરીજનોએ સાથે મળીને આ જનભાગીદારીનો નવતર પ્રોજેકટ હાથ ધર્યો છે. માનવીય શકિતની ક્ષમતા અને ટેકનોલોજીનો સુમેળ ગૂના નિયંત્રણ અને ટ્રાફિક નિયમનમાં પરિણામલક્ષી બને તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. સુરતે જનભાગીદારીના નવા પરિમાણરૂપે ત્રણ-Pને બદલે ચાર-P (પીપલ્સ, પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ)ની ફોર્મ્યુલા અપનાવી તે માટે તેમણે અભિનંદન આપ્યા હતા.
ગુનાની તપાસ અને ગૂનેગારોને પકડવામાં ટેકનોલોજી કેટલી કામિયાબ બની શકે તેના માટે પોલીસતંત્ર સતર્ક બને તેની ભૂમિકા આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ કે ટેકનોલોજીનો સદુપયોગ ગૂના નિયંત્રણમાં પ્રાથમિક જરૂરિયાત છે, જ્યારે ગૂનાહિત માનસિકતા ધરાવતા તત્વો ટેકનોલોજીનો દુરૂપયોગ કરી શકે ત્યારે પોલીસની જનસામાન્ય માટેની સુરક્ષાની જવાબદારી પડકારભરી અને સવિશેષ બને છે.

ગુજરાતમાં ર૪ કલાક વીજળી પૂરવઠો અને ઓપ્ટીકલ ફાઇબર નેટવર્ક સુઆયોજિત હોવાથી સિકયોરિટીવિજીલન્સ નેટવર્કની આ પહેલ સુરતે કરી છે, એની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ગુજરાતનો પોલીસ બેડો સૌથી યુવાન અને સરેરાશ ઓછી વયનો બની ગયો છે. પોલીસ ભરતીમાં કોન્સ્ટેબલથી લઇને પોલીસ ઇન્સ્પેક્ટરની ભરતી માટેના ઉમેદવારોની લાયકાતોમાં બહુહેતુક-કોમ્પ્યુટર આઇટી તાલીમ લીધેલા ટેકનોસેવી યુવાનો મળે તેવો અભિગમ અપનાવીને ગુજરાત સરકારે ગુનાખોરીના આંક નિયંત્રણમાં લાવવા અને ક્રાઇમ ડિટેક્શનમાં આ ટેક્નોલોજી સંચાલિત વિજીલન્સ-સર્વેલન્સ પ્રોજેક્ટ ખૂબ અસરકારક બનશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ જ વ્યવસ્થાનો અન્ય લાભ મ્યૂનિસિપલ કોર્પોરેશન પણ લઇ શકશે એમ તેમણે પ્રેરક સૂચનો કરતાં જણાવ્યું હતું. ન્યાયતંત્ર અને ગુના સંશોધન સાથે સંકળાયેલા માટે પણ આ પ્રોજેક્ટ ઉપકારક બનશે એવું સૂચન તેમણે કર્યું હતું.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની જનતાની સલામતી માટે રાજ્ય સરકારે અથાગ પ્રયાસો આદર્યા છે. મુખ્યમંત્રી મોદીએ જ્યારથી શાસનધુરા સંભાળી ત્યારથી જ ગુજરાત સલામત, સમૃદ્ધ અને વિકાસના તમામ ક્ષેત્રોમાં અગ્રેસર છે જેની નોંધ દેશ અને વિદેશમાં લેવાઇ રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સુરત શહેરની સલામતી માટે કમાન્ડ એન્ટ કંટ્રોલ પ્રોજેક્ટ કાર્યાન્વિત કરવામાં આવ્યો છે. જે દેશના રાજ્ય માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

English summary
chief minister narendra modi inaugurated safe city surat project.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X