કચ્છ બોર્ડર પર સેટેલાઇટ સિગ્નલ મામલે સુરક્ષા એજન્સી મૌન

Subscribe to Oneindia News

ભારતમાં 26મી જાન્યુઆરીને લઇને ચાંપતો સતર્કતા બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે ત્યારે એક તરફ દિલ્હીમાં અક્ષરધામ ઉપર આંતકવાદી હુમલાનો પર્દાફાશ થયો છે તો બીજી તરફ કચ્છમાં સેટેલાઇટ ફોનથી પાકિસ્તાનમાં વાત થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કચ્છના લખપત અને ખાવડા વચ્ચે આવેલા ગામમાંથી સેટેલાઇટ ફોન દ્વારા વાતચીત થઈ હોવાના સિગ્નલો પકડાયા છે તેવી પરિસ્થિતિમાં આસપાસના ગામના લોકોના શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ખાવડા આ બાબતે શંકાના પરિઘમાં વધારે છે. જોકે સુરક્ષા એજન્સીઓએ આવી કોઈ બાબતની પુષ્ટિ કરી નથી.

Gujarat

કચ્છ સિગન્લ મામલે ભારતીય સીમાથી દૂર બોર્ડર પિલર નંબર 1108 પાસે 300 મીટર દૂર આંતરરાષ્ટ્રીય સીમાં પાસે રવિવારે સાંજે 5.44 મિનિટે સેટેલાઇટ ફોન સક્રિય થવાના અહેવાલ હતા. જેના પગલે BSF સાબદું બન્યું છે. અને આસપાસના ગામોમાં તપાસ ચાલી રહી છે. ત્યારે એક તરફ જ્યાં આ વખતે પણ ગણતંત્ર દિવસે આતંકવાદી હુમલો થવાની સંભાવના રહેલી છે ત્યાં આ રીતના સિગ્નલો પાકિસ્તાન તરફથી બોર્ડર પર ટ્રેક થવા એક ગંભીર મામલો બને છે.

English summary
Satellite signal tracked in Kutch, near Pakistan border.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.