ફી નિયમન મુદ્દે ભાજપના ધારાસભ્યએ આપી આંદોલનની ચીમકી

Subscribe to Oneindia News

ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા આડેધડ ફી ઉઘરાવવાના મામલે ગુજરાત વાલી મંડળ ખૂબ મોટા પાયે વિરોધ કરી રહ્યું છે. ત્યારે વડોદરા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા ને પત્ર લખી ને વધારે ફી વસૂલ કરતા ખાનગી શાળા ના સંચાલકો સામે આકરા પગલાં ભરવાની માંગણી કરી છે. યોગેશ પટેલે પત્રમાં જણાવ્યું છે કે 1988માં તેમણે વિદ્યાર્થી હિત રક્ષક સમિતિની સ્થાપના કરી હતી જેના દ્વારા કરવામાં આવેલા આંદોલનને પગલે ઉઘાડી લૂંટ કરનાર શાળાઓ પાસેથી રૂપિયા 1 કરોડ થી વધારે રકમ વાલીઓને પરત કરી હતી. તેમણે એમ પણ પત્રમાં લખ્યું છે કે સરકાર ફી નિયમન કાયદો લાવ્યા છે જે સૌથી અસરકારક છે. પણ કાયદાનો અમલ નથી થતો તે ગંભીર બાબત છે.

vadodara

જો સરકાર ફી નિયમન કાયદાનો કડક અમલ નહિ કરે તો ફરીથી વડોદરાથી આંદોલન ની શરૂઆત કરવામાં આવશે. કારણ કે લોકોના જન પ્રતિનિધિ તરીકે તેમની ફરજ છે કે લોકોની વાચા ને સરકારના ધ્યાને દોરવી. બીજી તરફ વાલી મંડળ દ્વારા 12 જાન્યુઆરીએ ગુજરાત બંધનું એલાન કરવામા આવ્યું છે. તેમાં સમગ્ર ગુજરાતમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેના કારણે સરકાર પણ ચિંતામાં મુકાઈ ગઈ છે. કારણકે મોટાભાગની ખાનગી શાળાઓના સંચાલકો નેતા છે કે સ્કૂલમાં નેતાઓની ભાગીદારી છે. ત્યારે જો સરકાર ફી નિયમન ના કાયદાનો કડક અમલ કરે તો તેમના જ નેતાઓની નારાજગી વેઠવી પડે તેમ છે.

English summary
school fee regulation act bjp leader will protest on it

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.