For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંબાજીઃ ગબ્બર અને ડુંગરાળ વિસ્તાર હર્યોભર્યો કરવા અભિયાન

|
Google Oneindia Gujarati News

બનાસકાંઠા જિલ્લાનાં પર્વતોને લીલાછમ્મ- હરીયાળા બનાવવા માટે બનાસ ડેરી દ્વારા સીડ બોલ રોપણ કરવાનું અનોખુ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ અંબાજી ગબ્બર પર્વત ખાતેથી કરાવી હતી. ગબ્બર પર્વત ખાતે સીડ બોલનું પુજન કરાયુ હતુ, સાથે ગબ્બર પર્વતરાજની પણ પૂજા કરી અભિષેક કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસ દરમ્યાન ૨૫ લાખ જેટલાં સીડ બોલ વિવિધ દૂધ સહકારી મંડળીના લોકો અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા રોપવામાં આવશે. આજે અંબાજીના ગબ્બર વિસ્તારમાં ૮ જેટલી ટીમો બનાવી પર્વતીય જંગલ વિસ્તારમાં સીડ બોલ રોપણની કામગીરી કરવામાં આવી હતી.

seed ball

શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતુ કે, દરેક ઇન્ડસ્ટ્રીઝ પર્વતોને દત્તક લે તો ચોક્કસ પણે પર્વતોને હરીયાળા બનાવી શકાય છે. તેના માટે સીડ બોલ બનાવી આપવાની પણ તેમણે ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે, સમગ્ર વર્ષ દરમ્યાન બનાસ ડેરી દ્વારા એક કરોડ જેટલાં સીડ બોલ બનાવી જંગલ વિભાગને આપવામાં આવશે. જે બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના જંગલો હરીયાળા બને તેવા પ્રયાસો કરાશે. તેમણે ઉમેર્યુ કે, ઉંડાણ વાળા વિસ્તારોમાં જ્યાં પહોંચવું અઘરુ હોય તેવી જગ્યાએ ડ્રોન વિમાનથી સીડ બોલનું રોપણ પણ કરવામાં આવશે. આજે અંબાજીના જંગલોમાં પણ ડ્રોન દ્વારા સીડ બોલ જંગલ વિસ્તારમાં નાખવામાં આવ્યા હતા.

seed ball

પશુઓના છાણનાં દડા બનાવી તેમાં વિવિધ વૃક્ષોનાં બીજ નાખી સીડ બોલ બનાવવામાં આવે છે અને આ સીડ બોલ જંગલ વિસ્તારમાં નાંખવામાં આવે છે. જ્યારે વરસાદ આવે ત્યારે છાણનાં આ બોલ ખાતર બની બિયારણને જલ્દી ઉગાડવાનું કાર્ય કરે છે. હાલ આ અભિયાનની શરૂઆત અંબાજીથી શરૂઆત કરવામાં આવી છે પણ કામગીરી આખુ વર્ષ કરવામાં આવશે.

English summary
seed ball campaign started from gabar by banas dairy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X