For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવધાન! ગુજરાતના આ હિલ સ્ટેશન પર સેલ્ફી લેશો તો થશે જેલ

સાવધાન! ગુજરાતના આ હિલ સ્ટેશન પર સેલ્ફી લેશો તો થશે જેલ

|
Google Oneindia Gujarati News

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં સેલ્ફી લેવી ભારે પડશે. અહીં સેલ્ફી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાપુતારા, ડાંગ જિલ્લામાં આવે છે જ્યાંના કલેક્ટરે આ બાબતેનું નોટિફિકેશન જાહેર કર્યું છે.

જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ હિલ સ્ટેશન પર સેલ્ફી લેવી અને ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો તમે સેલ્ફી લેતાં પકડાશો અથવા કોઈએ પોલીસને તમારી ફરિયાદ કરી દીધી તો તમારે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

saputara

સાપુતારાની પહાડિઓ અને ગાઢ જંગલ વચ્ચે વોટર ફોલ્સ લોકો માટે આકર્ષણના કેન્દ્ર બનેલાં છે. આ કારણે જ માત્ર ગુજરાત જ નહી બલકે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો વરસાદના મોસમમાં અહીં ફરવા આવે છે. મૉનસૂન સમયે કેટલીયવાર સેલ્ફીના ચક્કરમાં દુર્ઘટના પણ સર્જાઈ જતી હોય છે.

આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે જિલ્લાના એડિશ્નલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ટીકે ડામોર દ્વારા જાહેર કરાયેલ એક સાર્વજનિક નોટિફિકેસન દ્વારા સેલ્પી લેવા પર રોક લગાવવાની જાણકારી આપવામાં આવી છે. આવું કરનારાઓ સામે આઈપીસીની કલમ 188 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ 200 રૂપિયા દંડ અથવા એક મહિના જેલ જવાની નોબત આવી શકે છે.

English summary
selfies prohibited in hill station of saputara, Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X