શરૂઆતના ટ્રેડમાં સેન્સેક્સ 61 પોઇન્ટ ગગડ્યો

શુક્રવારના સેશનમાં 30 શેરના ઇન્ડેક્સમાં 120 પોઇન્ટનો કડાકો બોલ્યો હતો. આજે આ ઇન્ડેક્સમાં 0.32 ટકા એટલે કે 61.48 પોઇન્ટ ઘટીને 18,880.50 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો.
આવી જ સ્થિતિ એનએસસીના નિફ્ટિ ઇન્ડેક્સમાં જોવા મળી હતી. આજે નિફ્ટિ 0.46 ટકા એટલે કે 26.35 ટકાના ઘટાડા સાથે 5,720.60 પર ટ્રેડ થઇ રહ્યો હતો.
બ્રોકર્સનું કહેવું છે કે માર્કેટમાં તાજેતરમાં જોવા મળેલી તેજીના પગલે રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કરતા સેન્સક્સ ડાઉન ગયો હતો. તાજેતરમાં માર્કેટમાં જોવાયેલો ઉછાળો સરકારના આર્થિક સુધારાઓને કારણે હતો.












Click it and Unblock the Notifications
