• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સપ્ટેમ્બર 22, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ

|

ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

રાજકોટ - 2 બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાદનું નામ બે દિવસ પછી જાહેર થશે
આજે રાજકોટમાં મળેલી પ્રદેશ કારોબારીની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ ગુજરાતમાં વિજયયાત્રા આગળ ધપાવવાના નિર્ધાર સાથે રાજકોટ 2 વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારનું નામ બે દિવસ બાદ જાહેર કરવામાં આવશે એમ જણાવ્યું હતું. પ્રાપ્ત સંકેતો અનુસાર કોંગ્રેસ પાર્ટી કડવા પટેલ ઉમેદવારની પસંદગી કરી શકે છે. કડવા પટેલ ઉમેદવારોમાં યુ.જી. સાણજા, જયંતીભાઈ કાલરીયા, મનસુખ કાલરીયા અને હરીભાઈ ક્રિષ્‍નાપાર્કવાળાના નામ ચર્ચામાં છે. લેઉવા પટેલ ઉમેદવારમાં દિનેશ ચોવટીયા, બ્રહ્મસમાજમાંથી ઉમેદવાર તરીકે હેમાંગ વસાવડા અને પ્રદીપ ત્રિવેદી તથા રઘુવંશી સમાજના ઉમેદવાર પર ટિકિટની પસંદગી ઢોળવામાં આવે તો અતુલ રાજાણીનુ નામ આગળ છે.

'વર્લ્‍ડ હાર્ટ ડે' પ્રસંગે અમદાવાદમાં વોકેથોન યોજાઇ
'હેલ્‍ધી હાર્ટ એટ વર્કપ્‍લેસ'ના અભિગમ અંગે લોકજાગૃતિ લાવવા માટે અમદાવાદની એપોલો હોસ્‍પિટલ્‍સે રવિવાર 21 સપ્‍ટેમ્‍બરે 3 કિલોમીટરની વોકેથોનનું આયોજન કર્યું હતું.

ગુજરાતમાં 'મિસ કોલ કરો, શૌચાલય સેવા મેળવો'નો પ્રારંભ

ગુજરાતના મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલે વલસાડ જિલ્લામાં 'મિસ કોલ કરો, શૌચાલય સેવા મેળવો'નો પ્રારંભ કરાવ્યો છે. આ સેવા પ્રાપ્ત કરવા માટે વલસાડ જિલ્લામાં ટોલ ફ્રી નંબર 18002001004 પર મિસ કોલ કરવાનો રહેશે. મુખ્‍યમંત્રીએ શૌચાલયના અભાવને માતાઓ, બહેનો માટે દયનિય સ્‍થિતિ ગણાવતા ઘર ઘર શૌચાલય નિર્માણની જનચેતના જગાવી આગામી એક વર્ષમાં સંપૂર્ણ જિલ્લાને નિર્મળ જિલ્લો, શૌચાલયયુક્‍ત જિલ્લો બનાવવા આહવાન કર્યું હતું.

mobile-toilet-van

ગુજરાત સરકારે રૂપિયા 100 કરોડની જમીન વનબંધુઓને ફાળવી
ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નવસારીમાં એક કાર્યક્રમ દરમિયાન ગુજરાતના છ જિલ્લા લસાડ, ડાંગ, તાપી, સૂરત, નવસારી અને ભરૂચના 7000 વનવાસી પરિવારોને જમીન અધિકાર પત્રનું વિતરણ કર્યું હતું. આ માટે અંદાજે રૂપિયા 100 કરોડની 15,000 હેક્ટર જમીન ફાળવી છે.

મોરબીના સિરામીક ઉત્પાદનોનું વહન કરતી 3000 ટ્રકોના ચાલકોની હડતાલ
મોરબી સિરામીક ઉદ્યોગના રો-મટીરીયલ જાતે તૈયાર માલનું પરિવહન કરતા મોરબી અને વાંકાનેરના 500 વધુ ટ્રાન્‍સપોર્ટરોના 3000 જેટલા ટ્રક ચાલકે સિરામીક ઉદ્યોગ અને તંત્ર સાથેના વિવિધ પ્રશ્નોના મુદ્દે આજથી બેમુદ્દતી હડતાલ પાડી દીધી છે. જેના પગલે સિરામીક ઉદ્યોગમાં હલચલ મચી ગઇ છે.

પિતા પાસેથી રૂપિયા પડાવવા જતા જીવ ખોયો
ગોંડલના ભોજરાજપરામાં રહેતા મેહુલ અમુલભાઈ રાવલ (ઉ.વ.૧૮) ગત તા. ૧૬ના લાપત્તા બન્‍યા બાદ ૧૮મીએ લીંબડી પાસે રેલ્‍વેના પાટા પાસેથી તેની લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મેહુલે પોતાના અપહરણનો પ્લાન નિષ્ફળ જતા મિત્રોની મદદથી પોતાની પોલ ખુલતી રોકવા બીજો પ્લાન ઘડ્યો હતો. જે અંતર્ગત મિત્રોએ તેને ટ્રેનના પાટા પર બાંધ્યો હતો. જો કે આ પ્લાન નિષ્ફળ ગયો અને ટ્રેન તેના પર ફરી જતા તે મોતને ભેટ્યો હતો.

lok-sabha-home

English summary
September 22, 2014 : News highlights of Gujarat

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more