ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો..

ઉનાના દલિતો ગામ છોડી દેશે
ઉનાના સામેતર ગામના 50 વર્ષીય રાજુભાઇ પરમારે દુકાન બંધ કરી બીજા ગામે સ્થળાંતર થવાનું નક્કી કર્યું. ડરના કારણે રાજુભાઇએ ગામ છોડવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર બાદ સ્થિતિ વણસી રહી છે.

સત્સંગના નામે પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી હતી
સુરતમાં આપઘાત કરનાર હિતેશે 2 પાનાની સૂસાઇડ નોટ લખી હતી. જેમાં પોતાની પત્ની આશાના પ્રેમી રાકેશ ધામેલિયા સાથે આડા સંબંધ હોવાનો ખુલાસો થયો. નાગપુરમાં સતપાલ મહારાજનાં સત્સંગમાં જવાનાં નામે આશા તેનાં પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી હોવાનો ભાંડો ખુદ પુત્રએ જ ફોડ્યો હતો.

PM મોદીના જન્મદિને સુરતમાં બનશે વિશ્વની સૌથી મોટી કેક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી 67મો જન્મદિન સુરતવાસીઓ યાદગાર બનાવવાના છે. સુરતની 'અન્ડરપ્રિવિલેજ' અને 'મેન્ટલી ચેલેન્જ્ડ' છોકરીઓ દ્વારા 17મી સપ્ટેમ્બરે વિશ્વની સૌથી મોટી પીરામિડ કેક બનાવવામાં આવશે. આ સંયુક્ત ઉપક્રમે આઠ ફુટ કરતા ઉંચી અને 2.5 ટન કરતા વધુ વજનની કેક તૈયાર કરવામાં આવશે.

સુરતમાં સત્તા-રૂપિયાના પાવરને પાટીદારો ચલાવશે નહીં: હાર્દિક
સુરતમાં 8 સપ્ટેમ્બરે પાટીદાર અભિવાદન સમારોહ પૂર્વે પાટીદાર આંદોલનકારી સંગઠનો વચ્ચે સંઘર્ષ સર્જાયો છે. આ સંદર્ભમાં પાસના નેતા હાર્દિકે જણાવ્યું છે કે જે ઉદ્યોગપતિઓ પોતાની જમીનોની ફાઇલો પાસ કરાવવા સમારોહ કરી રહ્યા છે તેને સમાજે ઓળખી લેવાની જરૂર છે. સત્તા-રૂપિયાના પાવરને પાટીદાર યુવાનો ચલાવશે નહીં.

શિક્ષણ સન્માન સમાંરભમાં શિક્ષણમંત્રીની ટકોરઃ તમેજે ભણાવો છો તે વિદ્યાર્થીઓ સમજે છે?
શિક્ષક દિવસના ઉપક્રમે ગાંધીનગરમાં રાજયપાલ ઓ.પી.કોહલી સીએમ રૂપાણી ની હાજરીમાં રાજ્યના 42 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં હાજર રહેલા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ શિક્ષક દિન નિમિત્તે આજે સંબોધમાં શિક્ષકોને ટકોર કરી હતી કે'તમે જે ભણાવો છો તે વિદ્યાર્થીઓ શીખે છે ખરા ?' વધુમાં કહ્યું હતું કે,શિક્ષકોએ પોતે જ પોતાની પરીક્ષા કરવી જોઇએ.શિક્ષકોમાં ગણતરીના દૂષણના કારણે સમગ્ર શિક્ષણ જગત બદનામ થાય છે.કેટલાક શિક્ષકો પોતે શાળાએ જવાની જગ્યાએ પ્રોક્સી શિક્ષક મોકલે છે તે અયોગ્ય છે.આ દૂષણને દૂર કરવું જ રહ્યું.

રાજ્યમાં દર વર્ષે લેવાશે વર્ગ-1 અને 2ની પરીક્ષા
રાજ્ય સરકારના વિવિધ ખાતાઓમાં અધિકારી બનવા ઇચ્છતા ઉમેદવારો માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. હવેથી રાજ્યમાં દર બે વર્ષે જીપીએસસી દ્વારા ભરતી યોજવામાં આવશે. જેમાં વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા લેવાશે રાજ્યમાં હવેથી દર બે વર્ષે જીપીએસસી દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા લેવાશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજે આ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી જીપીએસસીના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.

મજૂર બહેનો ઉપર એસિડ ફેંકીને યુવકે કર્યો આપઘાત
ભાવનગરમાં મોડી સાંજે એસિડ હુમાલની ચકચારી ઘ ટના બની હતી. જેમાં તળાજાની મજૂર સોસાયટીમાં રહેતા દાદામિયાં અનવરમિયાં સૈયદના મકાનમાં બાંધકામનું કામ ચાલતું હતું. ત્યાં રેતી ચાળતી દાદુમિયાંની ત્રણ દીકરીઓ પર નજીકમાં જ રહેતા કોળી યુવક સુનીલ ધીરૂભાઇ સરવૈયાએ પોતાના સાગરીતો સાથે મોટરસાયકલ પર આવી જલદ એસિડ જેવું જવલનશીલ પ્રવાહી છાંટયું હતું.આ બનાવથી પરિવાર હતપ્રભ થઈ ગયો હતો. યુવતીઓ તુરંત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તો બીજી ત એસિડ છાંટીને યુવકે પોતે જ તળાવમાં ખાબકીને આપઘાત કરી લીધો હતો.આ બનાવથી ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે લોકોના ટોળો ટોળા ઉમટ્યા હતા.

નડિયાદમાં વેપારીએ પત્ની અને 3 પુત્રીઓ સાથે જીવન ટૂંકાવ્યું
શેઢી કેનાલમાં કઠવાડાના એક વેપારીએ સામૂહિક આપઘાત કર્યો છે. તેની પત્ની અને ત્રણ દીકરીઓનો સમાવેશ થાય છે. સોમવારે સવારે ખાંડીવાવ પાસેથી પત્નીની અને મહેમદાવાદ નજીકથી એક પુત્રીની લાશ મળી આવી હતી. પ્રાથમિક નજરે આર્થિક સંકડામણ કાણભૂત હોવાનુ જાણવા મળ્યું હતુ. આ દુર્ઘટનાને પગલે કઠલાલમાં બજારો સ્વંયભૂ બંધ રહ્યા હતા.












Click it and Unblock the Notifications
