શંકરસિંહ વાધેલાએ લીધો હાર્દિકનો પક્ષ, બીજેપી પર કર્યો પ્રહાર

Posted By:
Subscribe to Oneindia News

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાધેલાએ બીજેપીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર આકાર પ્રહારો કર્યા હતા. પાટીદારો માટે અનામતની માંગણી કરતા હાર્દિક પટેલ પર લાગેલા રાજદ્રોહના આરોપ અંગે બોલતા શંકર સિંહ વાધેલા કહ્યું કે હાર્દિક પટેલનો ફોન ટેપ કરીને સરકારે તેના વ્યક્તિગત અધિકારો પર તરાપ મારી છે. વધુમાં શંકરસિંહે પાટીદારોને ધર્મપરિવર્તન ના કરવાની સલાહ આપી છે.

વધુમાં ઇન્ડોનેશિયામાં છોટા રાજનની ધરપકડ અંગે જણાવતા શંકરસિંહ વાધેલા કહ્યું કે બીજેપી અને છોટા રાજન બન્ને એક જ છે. આ પહેલા પણ એનડીએ સરકારે તેની મદદ કરી હતી. અને છોટા રાજન અને બીજેપી સરકારના આ સંબંધો બહુ પહેલાથી છે.

shankar singh vaghela

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ શંકર સિંહ વાધેલાએ આકાર પ્રહારો કરતા કહ્યું હતું કે મોદી ખાલી અનામત જાળવી રાખવાની વાતો જ કરે છે. ખરેખરમાં તો કેન્દ્ર સરકાર 420 દિવસો પૂરા કરવા છતાં પોતાના એક પણ વચન પૂરું નથી કરી શકી. વધુમાં તેમણે કહ્યું કે બિહાર ચૂંટણીમાં ગુજરાતનું મોડેલ બતાવીને નરેન્દ્ર મોદી બિહારની જનતાને ભ્રમિત કરી રહ્યા છે.

English summary
Shankar singh Vaghela spoke about Hardik, PM and Chhota rajan

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.