સમર્થકો સામે શંકર સિંહ વાઘેલાએ ગાયું પોતાનું દુઃખ, જાણો શું કહ્યું..

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગરમાં કોંગ્રેસના નેતા શંકર સિંહ વાઘેલાએ શનિવારે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ ખાતે એક સંમેલન યોજી પોતાના સમર્થકો સમક્ષ પોતાની હૈયાવરાળ નીકાળી. 2000 લોકોની કેપેસિટી વાળો આ હોલમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. લોકોએ શંકરસિંહ હમ તુમારે સાથ હૈના નારા પણ લગાવ્યા હતા. અને ફૂલહારથી બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે પછી શંકર સિંહ વાઘેલાએ પોતાનો દુખ વ્યક્ત કરતા કહ્યું કે કેટલાક લોકો કોંગ્રેસના માલિક થઇ બેઠા છે. પણ હું મુખ્યમંત્રી પદની રેસમાં બિલકુલ નથી. તેમણે કોંગ્રેસની નિષ્ક્રિયતા અંગે બોલતા કહ્યું કે હવે ચૂંટણી નજીક આવી ગઇ છે અને કોંગ્રેસ તેનું ગ્રાઉન્ડ હોમવર્ક પણ નથી કર્યું.

bapu

તેમણે કહ્યું કે મારો કોઇ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે આ મારું છેલ્લુ પોલિક્ટિક્સ છે. કોંગ્રેસ માટે હાલ સારું વાતાવરણ છે. પાટીદાર થી માડી ઓબીસી સમાજ નારાજ છે. સાથે જ તેમણે કોઇનું પણ નામ લીધા વગર કહ્યું કે અનેક લોકોએ પાર્ટી વિરુદ્ધના મોટા કામ કરીને મોટું પદ મેળવ્યું છે પણ મેં કદી પાર્ટી વિરુદ્ધનું કોઇ કામ કર્યું નથી. જો કે કોંગ્રેસ વિરુદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરવા છતાાં કોંગ્રેસ છોડવા મામલે બાપુએ એક શબ્દ પણ નહતો ઉલ્લેખ્યો. સાથે જ આ સંમેલનમાં કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી.

English summary
Shankarsinh Bapu meets his supporters at Gandhinagar. Read here more on this news.
Please Wait while comments are loading...