For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોહરાબુદ્દીન એન્કાઉન્ટરઃ અંતિમ દલીલો પર સીબીઆઈ કોર્ટમાં આજથી સુનાવણી

સોહરાબુદ્દીન એન્કાઉન્ટરઃ અંતિમ દલીલો પર આજથી સુનાવણી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મુંબઈમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ સોમવારથી બહુચર્ચિત કથિત સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ ફેક એન્કાઉન્ટર મામલામાં અંતિમ દલીલોની સુનાવણી કરશે. આ મામલે સીબીઆઈના વિશેષ જજ એસ.જે. શર્માએ શુક્રવારે અપરાધિક પ્રક્રિયા સંહિતાની કલમ 313 અંતર્ગત આરોપીઓના નિવેદન દાખલ કરવાની પ્રક્રિયા પૂરી થયા બાદ આખરી દલિલો પણ સુનાવણી માટે તારીખ જાહેર કરી.

sohrabuddin

આ કેસમાં ફરિયાદી પક્ષનો તરક છે કે સોહરાબુદ્દીન શેખના લશ્કર-એ-તૈયબા સાથે સંબંધ હતા અને તેઓ એક મોટી રાજનૈતિક હસ્તીને મારવાનું ષડયંત્ર રચી રહ્યો હતો. આ મામલામાં 38 આરોપીઓ હતા જેમાં 16ને છોડી મુકવામાં આવ્યા હતા. જેમાં 15ને સીબીઆઈની અદાલતે છોડી મૂક્યા હતા જ્યારે એકને બોમ્બે હાઈકોર્ટે છોડી મૂક્યો હતો. આ મામલામાં અમિત શાહને પણ સબૂતના અભાવે છોડી મૂક્યા હતા.

ફરિયાદી પક્ષે આ મામલે 210 સાક્ષીની પૂછપરછ કરી, જેમાંથી 92 સાક્ષી પોતાના નિવેદન પરથી ફરી ગયા હતા. સોમવારે સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલ બી.પી. રાજૂ સૌથી પહેલા પોતાની દલીલ કોર્ટમાં રજૂ કરશે. સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર મામલાની તપાસ નિષ્પક્ષ રીતે કરવાના સીબીઆઈના અનુરોધ પર આ કેસને 2012માં મુંબઈ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- લો બોલો, 750 કિલો ડુંગળીના મળ્યા માત્ર 1064 રૂપિયા, મોદીને કહ્યું તમે જ રાખો

English summary
Sohrabuddin Shaikh case: Final arguments to begin on Dec 3.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X