For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લો બોલો, 750 કિલો ડુંગળીના મળ્યા માત્ર 1064 રૂપિયા, મોદીને કહ્યું તમે જ રાખો

લો બોલો, 750 કિલો ડુંગળીના મળ્યા માત્ર 1064 રૂપિયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મોદી સરકાર વિરુદ્ધ ખેડૂતોનો ગુસ્સો ઘટવાનું નામ નથી લઈ રહ્યો. મહારાષ્ટ્રના એક ખેડૂતો ફાલ વેચાની તેમાંથી જે રકમ આવી તે પ્રધાનમંત્રી આપત્તિ રાહત ભંડોળમાં દાન આપી વિરોધ નોંધાવ્યો. નાસિકના ખેડૂત સંજય સાઠેએ 750 કિલો ડુંગળી વેચી હતી જેની ઉપજ માત્ર 1064 રૂપિયા જ થતાં તેઓનો પિત્તો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને આ રકમ પણ મોદીને જ મોકલાવી આપી.

1.40 પ્રતિ કિલોના ભાવથી 750 કિલો ડુંગળી વેચવી પડી

1.40 પ્રતિ કિલોના ભાવથી 750 કિલો ડુંગળી વેચવી પડી

નાસિક જિલ્લાના નિફાડ તાલુકામાં રહેતા ખેડૂતે વિરોધ નોંધાવવાની અલગ રીત અપનાવી. ખેડૂત ડુંગળીની કિંમતને લઈને પરેશાન હતો કેમ કે બજારમાં માત્ર એક રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળીની ખરીદી થઈ. જેમ-તેમ કરીને ખેડૂતની ડુંગળી 1.40 રૂપિયા પ્રતિ કિલો દીઠ વેંચાઈ હતી.

1064 રૂપિયા પણ મોદીને જ મુબારક

1064 રૂપિયા પણ મોદીને જ મુબારક

ડુંગળીથી થયેલ કમાણીને લઈ ખેડૂત પરેશાન હતો કેમ કે તેમના આખા ફાલની કમાણી માત્ર 1064 રૂપિયા જ મળી હતી. ખેડૂતે જણાવ્યું કે ચાર મહિનાની મહેનત બાદ મળેલ આ રકમ આઘાતજનક છે. આ કારણે જ 29 નવેમ્બરે ખેડૂતે 1064 રૂપિયા પીએમના આપત્તિ રાહત ભંડોળમાં દાન કરી દીધી. ખેડૂતે જણાવ્યું કે આ મનિ ઓર્ડર કરવા માટે વધુ 54 રૂપિયા ખર્ચવા પડ્યા.

750 કિલો ડુંગળી 1.40 રૂપિયાના ભાવે ખરીદાઈ

750 કિલો ડુંગળી 1.40 રૂપિયાના ભાવે ખરીદાઈ

જણાવી દઈએ કે સંજય સાઠે એવા ખેડૂતોમાંથી એક છે જેમને કૃષિ મંત્રાલય દ્વારા અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે 2010માં ભારત યાત્રા દરમિયાન સંવાદ કરવા માટે પસંદ કરવામાં આ્યા હતા. સાઠેએ કહ્યું કે પોતાની પરેશાની અને ફાલની કિંમતોને લઈ સરકારની ઉદાસીનતાને કારણે નારાજ છે.

આજે પણ ઘટી પેટ્રોલ-ડીઝલની કિંમત, જાણો 3 ડિસેમ્બરનો ભાવઆજે પણ ઘટી પેટ્રોલ-ડીઝલની કિંમત, જાણો 3 ડિસેમ્બરનો ભાવ

English summary
maharashtra onion farmer gets 1064 for selling 750 kg onion, sends money to pm modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X