પ્રથમ સોલર પ્લેન - કુછ દિન બિતાવશે ગુજરાતમાં

દુનિયાનું પ્રથમ સોલર પ્લેન જે માત્ર અને માત્ર સૂર્યઊર્જા પર ચાલે છે તે આજે પહોંચી રહ્યું છે અમદાવાદમાં. યુએઇના અબુ ધાબીથી નીકળેલું આ સોલર પ્લેન તેનો લાંબો પ્રવાસ કરી આજે ઉતરશે અમદાવાદની ધરતી પર.

solar plan

સૂર્યઊર્જાથી ચાર્જ થઇ ઉડતું આ પ્લેન દુનિયાનું સૌથી પહેલું સોલર પ્લેન છે. સોલર ઇમ્પ્લસ ટૂ નામનું આ પ્લેન કોઇ પણ પ્રકારના તેલ વગર ઉડનારું પહેલું હવાઇ જહાજ છે. સોલર ઇમ્પ્લસ કંપની દ્વારા બનાવેલ આ પ્લેન વન સીટર છે. અને તેની પાંખો પર સોલર પેનલ લાગવામાં આવી છે. વધુમાં, આ પ્લેનનું વજન એક કાર જેટલું છે.

2300 કિલોગ્રામ વજનવાળા આ પ્લેનની બેટરી સૂર્યથી ચાર્જ થાય છે. અને આ પ્લેન રાતના પણ આરામથી ઉડી શકે છે. અમદાવાદ પછી આ વિમાન વારાણસી જશે. જ્યાં તે ગંગાની ઉપરથી ઉડશે.

આ સોલર વિમાનમાં બે પાયલોટ છે. જે બાર-બાર કલાકની શિફ્ટમાં આ પ્લેનને ઉડાવે છે. અબુ ધાબીથી ઓમન થઇ ભારત પહોંચેલ આ વિમાન ત્યારબાદ ચીન, મ્યાન્માર, અને અમેરિકાની પણ ઉડતી લટાર મારશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X