સોમનાથમાં કેશુબાપા, મોદી અને અમિત શાહની ત્રિપુટી સાથે દેખાઇ

Subscribe to Oneindia News

પ્રભાસ પાટણ મુકામે સોમનાથ ટ્રસ્ટની ૧૧૬મી બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ કેશુભાઈ પટેલ 2017માં અધ્યક્ષ પદે ફેરવરણી કરે તેવી દરખાસ્ત કરી હતી. અને એલ. કે. અડવાણીએ તેને ટેકો આપ્યો હતો. જે બાદ સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ પદે કેશુભાઇ પટેલની ફેર વરણી કરાઈ હતી. ટ્રસ્ટીઓ દ્વારા અગાઉના નિર્ણયો અને પ્રગતિ સમીક્ષા સાથે ટ્રસ્ટની નાણાંકીય બાબતો અંગે વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને દૂરથી આવતા ભાવિકો માટે વિવિધ સગવડો કરી તેમજ દેશના મહત્વના શહેરોમાં સોમનાથ મહોત્સવનું આયોજન કરીને પ્રથમ જ્યોતિલિંગના દર્શન શિવભકતોની આસ્થાને અનુરૂપ વ્યવસ્થા થાય તેવી ચર્ચા કરાઈ હતી.

modikeshu

ભારત સરકારની પ્રસાદ યોજના હેઠળ અતિઆધુનિક સવલતોવાળું પાર્કિંગ, યાત્રાળુઓ માટે સ્વાગત કેન્દ્ર, ઘનકચરા નિકાલની વ્યવસ્થા પ્રોજેક્ટ મંજૂર થયાની નોંધ લેવામાં આવી હતી. સાથે તે પર પણ ચર્ચા કરવામાં આવી હતી દરિયાકાંઠેના ધોવાણ અટકાવવાના હેતુથી રીટેનિંગ વોલ અને સી ફેસિંગ વોક વે-ના નિર્માણની યોજનાની પર્યાવરણ મંજુરી મેળવી.

ત્યારે આજની પૂજામાં લાંબા સમય પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને કેશુભાઇ પટેલ સાથે એક જ જગ્યા પર એક જ સમયે જોવા મળ્યા હતા. જો કે એલ.કે.અડવાણીએ આ સમયે પોતાને આ પૂજાથી દૂર જ રહ્યા હતા. જોકે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ એલ કે અડવાણીની તબિયત ના દુરસ્ત હતી તેવું કહેવામાં આવ્યું હતું. જે તેમનો અને મોદીનો આંતરિક વિવાદ સ્પષ્ટરૂપે બતાવતા હતા.

નોંધનીય છે કે રાજ્યમાં ભાજપને મજબૂત બનાવવા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા બાદ આજે ફરી વાર નરેન્દ્ર મોદી, અડવાણી અને કેશુભાઇ એકસાથે ભેગા થયા હતા. એકબીજાથી નારાજ કહેવાતા નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી અને કેશુભાઇ એકસાથે અહીં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજર રહ્યા પછી તેમણે કેશુભાઇને ટેકો આપ્યો હતો. અને સોમનાથ મંદિરના વિકાસ માટે ચર્ચાઓ કરી હતી. જોકે ભાજપની જુની આ ત્રિપુટી એકસાથએ મળતાં અનેક તર્ક વિતર્કો પણ વહેતા થયા છે

English summary
Somnath Trust Meeting : After long time Amit shah, Modi and keshubhai are together. Read here the update on this news.
Please Wait while comments are loading...