For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રાજ્યનું ચૂંટણી તંત્ર એકશન મોડમાં

વિધાનસભા ચૂંટણીની આગોતરી તૈયારીની સમીક્ષા માટે રાજ્યનું ચૂંટણી તંત્ર એકશન મોડમાં આવ્યું છે. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઇ છે.

|
Google Oneindia Gujarati News

વિધાનસભા ચૂંટણીની આગોતરી તૈયારીની સમીક્ષા માટે રાજ્યનું ચૂંટણી તંત્ર એકશન મોડમાં આવ્યું છે. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઇ છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની આગોતરી તૈયારીની સમીક્ષા કરવા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં મતદારલક્ષી મહત્વના નિર્ણયો લીધા હોવાના કારણે તેનો અમલ થાય તે માટે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતી દ્વારા રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

voting

ચૂંટણી આવે ત્યારે બૂથ લેવલ અધિકારી (BLO) ની ભૂમિકા મહત્વની બને છે. મતદારોના નામ મતદાર યાદીમાં શામેલ કરાવવા તથા અવસાન પામેલા મતદારોના નામ કમી કરાવીને BLO મતદાર યાદીને અદ્યતન બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે, તેનો ઉલ્લેખ કરતા મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને BLO ને એકટીવ કરીને વહેલી તકે મતદારોની નોંધણી અંગેની કામગીરીની ચીવટપૂર્વક સમીક્ષા કરવા તાકીદ કરી હતી. BLO માટે તૈયાર કરવામાં આવેલ પ્રશિક્ષણ માટેના મોડ્યુલ તૈયાર કરી તેને અનુરૂપ તાલીમ હાથ ધરવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

મતદાન માટે ઉપયોગમાં લેવાતા EVM મશીનોની પ્રથમ તબક્કાની ચકાસણી તારીખ 15 જુલાઇથી શરૂ કરી દેવા તેમજ EVM મશીનો જ્યા રાખવામાં આવ્યા છે, તે વેરહાઉસની સલામતીની પૂરતી વ્યવસ્થા ચકાસી લેવા જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું.

ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલમાં મતદારો માટેના ફોર્મમાં કેટલાંક સુધારા કરવામાં આવ્યા છે. તેને ધ્યાનમાં લઇ મતદાર જાગૃતિ અને પ્રશિક્ષણ (SWEEP) એક્ટિવિટીમાં તેનો સમાવેશ કરીને નાગરિકોને તે વિશે માહિતીગાર કરવા તથા જે કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાર સાક્ષરતા કલબ (ELC) કાર્યરત નથી તેને કાર્યરત કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.

વિધાનસભા મતવિસ્તારમાં ઉભા કરવામાં આવતા મતદાન કેન્દ્રોના રેશનલાઇઝેશન માટે કેન્દ્રોની સ્થળ મુલાકાત લઇને મતદાતોઓને પ્રથમિક સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા તેમજ મતદાન કેન્દ્રો પાકા અને સુવિધાજનક હોય તે જોવા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું.

મતદારો ઓનલાઇન સેવાઓનો લાભ લઇ ઘેરબેઠાં મતદાર યાદીમાં નામ નોંધાવી શકે, સુધારા-વધારા કરાવી શકે તે માટે વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરે તે માટે સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરી મતદારોમાં અવેરલેસના ખાસ પ્રયાસો હાથ ધરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

વીડિયો કોન્ફરન્સમાં ચૂંટણી પ્રભાગના અધિકારીઓ દ્વારા ચૂંટણી પૂર્વે જરૂરી આગોતરા આયોજનને લગતા તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાર જાગૃતિ અને પ્રશિક્ષણને લગતા પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા.

આ વીડિયો કોન્ફરન્સમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી આર. કે. પટેલ, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી અજય ભટ્ટ, અધિક કલેક્ટર દર્શના રાંક સહિત ચૂંટણી પ્રભાગના અધિકારીઓ સહિત રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર સહ ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

English summary
State election commission is in action mode for forthcoming assembly elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X