રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન, હવે લગ્નમા માત્ર આટલા લોકોને જ પરવાનગી!
અમદાવાદ : ગુજરાતમાં સહિત ભારતમાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે હવે આખરે મોડે મોડે ગુજરાત સરકારની અક્કલ કામે લાગી છે. અમદાવાદ સહિતના મહાનગરો સહિત ગામડાઓમાં પણ કેસ ફેલાઈ રહ્યો છે ત્યારે હવે આખરે સરકારે નિયંત્રણો વધાર્યા છે. કેસ વધતા લોકો અપેક્ષા રાખી રહ્યાં હતા ત્યારે હવે આખરે સરકાર એક્શનમાં આવી છે.

સરકારની નવી ગાઈડલાઈન
રાજ્યમાં વધી રહેલા કેસને લઈને ચર્ચા માટે આજે ખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠકમાં મળી હતી. આ બેઠકમાં લોકોના હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે અને તેને લઈને ગૃહ વિભાગે જાહેરનામું પ્રકાશિત કર્યુ છે.

લગ્ન પ્રસંગમાં 150 લોકોને જ પરવાનગી
આ જાહેરનામાં મુજબ, રાજ્યમાં 12 જાન્યુઆરીથી તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો તેમજ જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે. આ ઉપરાંત બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતાના 50 ટકા અને વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે.

22 જાન્યુઆરી સુધી જાહેરનામું અમલમાં રહેશે
રાજ્યમાં ઉતરાયણ બાદ લગ્નોની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે હવે સરકારે સ્પષ્ટ કર્યુ છે કે લગ્ન સમારોહ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50% અથવા વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે. રાજ્ય સરકાર દ્વારા કોરોના લાગુ કરવામાં આવેલા આ નવા નિયંત્રણો 22 જાન્યુઆરી 2022 સવારે 06:00 સુધી અમલમાં રહેશે.